prakritik kheti gujarat: ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે નવી યોજના ની પહેલ કરવામાં આવી છે જેની અંદર જે કોઈપણ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે તેમને સરકાર હેક્ટર દીઠ ₹40,000 ચુકવણી પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતો માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે જે આ વર્ષે અમલમાં મૂકવામાં આવી છે
જે કોઈપણ ખેડૂત શાકભાજીના પાકોની પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે તો આ યોજના અંગે આપણે વિગતવાર માહિતી મેળવશું અને તેમના લાભ કેવી રીતે મેળવવા તે પણ જાણીશું
સમગ્ર ભારતની અંદર અત્યારે પ્રગતિ ખેતી માટે પ્રચાર થઈ રહ્યો છે અને સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે જેમાંથી આ એક યોજના પણ બહાર પાડી છે જેના થકી જે પ્રકૃતિ ખેતી કરે છે ખેડૂતો તેમને પ્રોત્સાહન પૂરું પાડી શકાય પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો આ યોજનાની અંદર ખેડૂત ને શું લાભ મળશે તે જાણીશું
પ્રાકૃતિક ખેતી યોજનામાં મળવા પાત્ર લાભ
આ પ્રાકૃતિક ખેતી ની અંદર ખેડૂતોને જે સહાય અને લાભ આપવામાં આવે છે તે નીચે પ્રમાણે છે
- લાભાર્થી ખેડૂતને પ્રતિ એક્ટર રૂપિયા 40,000 સુધીની સહાય યોજનામાં બિયારણ તથા પ્રાકૃતિક ખેતી માટે ખર્ચ અને તેની અંદર બીજો જરૂરી ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે
- આ સહાય એમની અંદર મળતી રકમ એ ખેડૂતોને ડીબીટી દ્વારા સીધી ખાતાની અંદર પ્રાપ્ત કરવામાં આવશે
- આગામી વર્ષો કરતા છેલ્લા પાંચ વર્ષોની અંદર પ્રાકૃતિક ખેતીનો 5000 હેક્ટર જેટલો વધારો થયો છે
શાકભાજી પાકો પ્રકૃતિ કૃષિ ને પ્રોત્સાહન (નેચરલ એગ્રીકલ્ચર પ્રમોશન સ્કીમ)
- આ પ્રાકૃતિક ખેતી માટે નવી યોજનાનું નામ નેચરલ એગ્રીકલ્ચર પ્રમોશન સ્કીમ માં આવેલું છે
- જે ગુજરાત રાજ્ય દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે
- જે યોજનાની અંદર રાજ્યના ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી કરાવી અને કુદરતી પ્રાકૃતિક શાકભાજી ખેતીની તરફ વાળવા માટેની આ યોજના છે
- જે યોજનાના હેઠળ યોજના હેઠળ ખેડૂતોને હેકટર દીઠ 40,000 રૂપિયા ની સહાય મળશે
- રાજ્યના જે નાગરિકો છે તેમને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ના ઉપયોગ કર્યા વગરની શાકભાજી મળતી થાય તે હેતુથી ખેડૂતો રાસાયણિક ખાતરો અને જે જંતુનાશક દવાઓ છે તેનો ઉપયોગ કર્યા વગર શાકભાજીના પાકો ની અંદર પ્રાકૃતિક ખેતીની જ પદ્ધતિ અપનાવે છે
- ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે
આ યોજના હેઠળ ખેડૂતોને આ પ્રમાણેની સહાય મળે છે કે જે કોઈપણ ખેડૂત આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તે આઈ ખેડૂત પોર્ટલની અંદર પ્રાકૃતિક ખેતી માટેની યોજનાઓમાં આ શાકભાજીની યોજના કુવામાં આવેલી છે તો તેની અંદર તમે અરજી કરી શકો છો અને યોજનાનો લાભ મેળવી શકો છો