તાર ફેન્સીંગ યોજના 2024 | Tar Fencing Yojana Gujarat ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મળશે ખેતર ના ફરતે કાંટાળી વાળ કરવા માટે સહાય ખેડૂતના પાકને જંગલી જાનવરથી બચાવવા માટે ગુજરાત સરકાર કટારી વાળ માટે આ યોજના બનાવવામાં આવી છે
આ યોજનામાં ખેડૂતોના ખેતરને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધીનો લાભ મળશે અથવા તો ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હશે તે પ્રમાણેની સહાય મળશે આ યોજના હેઠળ ગુજરાત સરકારે નક્કી કરેલ કાંટા વાળી વાળ તેમજ તેમની ડિઝાઇન પ્રમાણે ની વાર કરવાની રહેશે
ચાલો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ
તાર ફેન્સીંગ યોજના ખેડૂતોને તેમના ખેતરોની આસપાસ વાળ સ્થાપિત કરવા માટે સબસીડી આપે છે, જેથી તેમના પાકની સલામતી સુનિશ્ચિત થાય. આ યોજના ગરીબ ખેડૂતને પાકની સલામતી માટે વરદાન રૂપી છે. આ યોજના દ્વારા સરકાર રાજય ના ગરીબ ખેડૂતો ને ટેકો આપે છે.
તાર ફેન્સીંગ યોજના 2024 યોજના જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- જો વિકલાંગતા હોવ તો પ્રમાણપત્ર
- સંમતિપત્ર
- બેંક ખાતાની પાસબુક
તાર ફેન્સીંગ યોજના 2024 માટેની પાત્રતા
- આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની મર્યાદા 10 વર્ષ છે.
- ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
- ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ.
- 2 હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકશે.
- અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ માત્ર એક વખત મળવાપાત્ર રહેશે.
- અરજદાર ખેડૂતે 7-12 તથા 8-અ ની નકલ રજુ કરવાની રહેશે.
- સરકાર દ્વારા નક્કી કરાયેલ ધારા-ધોરણો મુજબની વાડ બનાવવાની રહેશે.
- સહાયની પુર્વ મંજૂરી મળ્યા બાદ ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પુરી કરવાની રહેશે.
કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે?
- આ યોજનાનો લાભ મેળવવા માટે બે હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ.
- જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે.
તારના ફેન્સિંગ અને માલ-મટીરીયલ્સના ધારા-ધોરણો
- થાંભલા માટે 40 મીટર પહોળાઈ × 0.60 મીટર ઊંડાઈ × 0.40 મીટર લંબાઈના ખાડા બનાવાવના રહેશે.
- સિમેન્ટ કોંક્રટના અથવા પ્રિકાસ્ટના ઓછામાં ઓછા 4 તાર વાળા થાંભલાની સાઈઝ 50 મીટર ઊંચાઈ × 0.10 મીટર જાડાઈ × 0.10 મીટર પહોળાઈ લોખંડ/ગલ્વેનાઈઝના થાંભલાની સાઈઝ 50 મીટર ઊંચાઈ × 0.04 મીટર જાડાઈ × 0.04 મીટર પહોળાઈ હોવો જોઈએ.
- એક થાંભલાનું વજન ઓછામાં ઓછુ 8 કિ.ગ્રા.
- તારનો ડાયામીટર ઓછામાં ઓછો 50 mm હોવો જોઈએ.
- બે થાંભલા વચ્ચે 10 મીટર અંતર રાખવાનું રહેશે.
- દર 10 મીટરે ટેકા માટે થાંભલા બંને બાજુ ગોઠવવાના રહેશે.
- સિમેન્ટથી થાંભલાના પાયામાં પુરાણ કરાવવાનું રહેશે
- આ યોજના હેઠળ Ikhedut Portal પર અરજી કરવી.
- Tar Fencing Yojana Gujarat 2024 હેઠળ લાભ લેવા માટે ખેડૂત/ખેડૂતોના જુથ માટે એક કરતા વધુ ખેડૂત સાથે સામુહિક અરજી કરી શકશે.
- તેમાંથી એક ખેડૂતને જુથ લીડર બનાવવનો રહેશે.
- દરેક ખેડૂતને ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ.
- ઓનલાઈન અરજી કર્યા બાદ 10 દીવસ માં જુથના તમામ ખેડૂતોએ જુથની વિગત, 7-12 તથા 8-અ ની નકલ, નિયત નમૂનાનું કબુલાતનામું તથા જુથ લીડરને સહાય ચુકવાણું કરવા માટેનું સ્વધોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને રજુ કરવાનું રહેશે.
- ખેડૂત/ખેડૂત જુથ લીડરે તાર ફેન્સિંગની કામગીરી પુર્ણ થયા પછી સંબંધિત સમાનના ખરીદીના GST વાળા બીલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહીત જિલ્લા ખેતીવાડી અધીકારીશ્રીની કચેરી ખાતે ક્લેમ જમા કરાવાનો રહેશે.
- વાડ બનાવ્યા પછી તેની જાણવણીની જવાબદારી ખેડૂત દ્વારા કરવાની રહેશે.