આયુષ્માન કાર્ડ | AAYUSHMAN BHARAT YOJNA | ગુજરાત સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક યોજના જાહેર કરી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં લોકો 5 લાખ સુધીની ગંભીર બીમારીની સારવાર લઈ શકે છે આ યોજના હેઠળ એક કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે જેનું નામ છે આયુષ્માન કાર્ડ આ કાર્ડ કોઈપણ ગરીબી રેખા નીચે જીવતા લોકો ને તેમજ વૃદ્ધ લોકોને મળી શકે છે
આયુષ્માન ભારત યોજના વિશે માહિતી | Ayushman Bharat Yojana In Gujarati
યોજના નું નામ | પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY |
વિભાગ | નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર |
ક્યારે શરૂ કરવામાં આવી? | સપ્ટેમ્બર ૨૦૧૮ |
લાભાર્થી | ભારતીય નાગરિક |
મુખ્ય ફાયદા | યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) રૂ. 5 લાખ સુધી વીમો |
યોજનાનો ઉદ્દેશ | જરૂરિયાતમંદ લોકોનો આરોગ્ય વીમો |
હેલ્પલાઇન નંબર | 14555/1800111565 |
આયુષ્માન ભારત યોજના વેબસાઇટ | pmjay.gov.in |
આયુષ્માન કાર્ડ કાઢવા માટે ના ડોક્યુમેન્ટ
- લાભાર્થી નું આધારકાર્ડ
- રાશનકાર્ડ
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- HHID નંબર
આયુષ્યમાન કાર્ડ ના ફાયદા
- પાંચ લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે
- સારવાર માટે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં જઈ શકે છે
- 50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે
- આ અંતર્ગત તમામ લેખિત કામમાં ઘટાડો કરવામાં આવ્યો છે
આયુષ્યમાન ભારત યોજના શું છે
ભારત સરકાર દ્વારા દેશના સૌથી ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને માટે શરૂ કરવામાં આવેલ યોજના છે.PMJAY યોજના હેઠળ પ્રત્યેકને દસ કરોડથી વધુ પરિવારને પાંચ લાખના આરોગ્ય વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.આ યોજના હેઠળ ગરીબ રેખાની નીચે જીવતા લોકો તેમ જ વૃદ્ધો ને મફત સારવાર આપવામાં આવે છે.
આયુષ્યમાન ભારત યોજના ઉદ્દેશ્ય
ભારતના ગરીબ લોકો તેમજ વૃદ્ધ જે ગંભીર બીમારી સામે લડી રહ્યા છે તેમને સહાય કરવા માટે ભારત સરકારે આયુષ્યમાન ભારત યોજના બહાર પાડી છે
આ યોજના હેઠળ ગરીબ લોકો તેમજ વૃદ્ધોને પાંચ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે
આયુષ્માન કાર્ડ કોણ લઇ શકે છે?
- જે પરિવારો ગરીબ રેખાની નીચે જીવતા હોય
- મા વાત્સલ્ય યોજના ના લાભાર્થીઓ
- વાર્ષિક ₹4,00,000 કે તેનાથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો
વાર્ષિક 6 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા કુટુંબના સીનીયર સીટીઝનો - યુવીન કાર્ડ ધારકો
- ઝીરો થી 21 વર્ષ સુધીની વય જૂથના બાળકો જે કોરોના સમયગાળા દરમિયાન અનાથ બનેલો હોય તેવા બાળકોને સમાવેશ અને એક થી 18 વર્ષ સુધીના બાળકોના માતા કે પિતા બેમાંથી કોઈ પણ એક વાલીનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામેલ હોય તેવા બાળકોનો સમાવેશ કરવામાં આવે છે