ગુજરાત રાજ્યના 4 જિલ્લામાં 10 કલાક વીજળી આપવાનો સરકારે નિર્ણય કર્યો ગુજરાત રાજ્યના ચાર જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ખેડૂતોની માંગના આધારે સરકારે નિર્ણય લીધો છે રાજકોટ જુનાગઢ જામનગર પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોની વીજળી આપવામાં આવશે Electricity Crisis in South Gujarat
ગુજરાતમાં ખેડૂતો દ્વારા પૂરતી વીજળી મળી રહે એ માટે સતત માંગ કરવામાં આવી રહી છે રાજ્યમાં અનેક ગામોમાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળતો ન હોવાથી પણ ફરિયાદો સામે આવે છે ત્યારે ખેડૂતોની માંગના આધારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
પહેલા 8 કલાક વીજળી અપાતી હતી
- આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર રાજકોટ જુનાગઢ જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે
- આ પહેલા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી
- જે ખેડૂતો દ્વારા વીજળી આપવાના કલાકોમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
- ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો ને ધ્યાનમાં રાખીને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
સૌરાષ્ટ્રમાં 10 કલાક વીજળી આપવાની શરૂઆત
- મગફળીનું વાવેતર જે વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે ત્યાં વધુ વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
- સરકારના આ નિર્ણયથી સૌરાષ્ટ્રમાં 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરાઈ છે
- હાલ રાજકોટ જુનાગઢ જામનગર અને પોરબંદર જિલ્લા પૂરતો જ આ નિર્ણય કરવામાં આવ્યો છે
મગફળીના પાકને બચાવવા ધારાસભ્યોની રજૂઆતને અંતે નિર્ણય
- છેલ્લા એકાદ સપ્તાહથી રાજ્યમાં પાશોતરો વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રમાં વ્યાપક પ્રમાણમાં મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે
- આ વિસ્તારના ધારાસભ્યોએ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ મગફળી પકવતા ખેડૂતોને સિંચાઈ માટે રોજ આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવા અંગે માંગણી કરી હતી
- જેના અનુસંધાને રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર જૂનાગઢ અને પોરબંદર જેવા ચાર જિલ્લામાં 8ને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે
- રાજ્યમાં આ વખતે ચોમાસા દરમિયાન રાજ્યના કુલ સરેરાશ 85,58,815 હેક્ટરના વાવેતર વિસ્તારમાંથી 97.35% અર્થાત 83,32,072 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે
- જેમાંથી રાજ્યના મગફળીના કુલ વાવેતર વિસ્તાર 17,51,450 હેક્ટરની સામે 109% અર્થાત 19,10,863 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે
- એનો અર્થ એ થયો કે ગુજરાતમાં આ વખતે મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે પરંતુ વરસાદ ખેંચાવવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એટલે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં મગફળીના પાકને બચાવી દેવા માટે 8ને બદલે 10 કલાક વીજળી આપવાનું નક્કી કર્યું છે
- ગુજરાતમાં આ વખતે ચોમાસામાં મગફળીના કુલ 19,10,863 હેક્ટર વિસ્તારમાં થયેલા વાવેતર ની સામે સૌરાષ્ટ્રમાં 14,66,400 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે
- તેમાંથી રાજકોટમાં 2.68 લાખ હેક્ટર જામનગરમાં 1.82 લાખ એક્ટર માં પોરબંદરમાં 75,700 એક્ટર માં અને જૂનાગઢમાં 2.11 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે
આવી રીતે મગફળીના પાકને બચાવવા માટે રાજકોટ જુનાગઢ જામનગર અને પોરબંદર માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા અને અમારી વેબસાઈટની મુલાકાત લો