Vahli Dikri Yojana Gujarat 2024: ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં રાજ્યની બેટીઓ આર્થિક સુરક્ષા સલામતીની વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) ગુજરાત દ્વારા પેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી ઘણી બધી યોજના બહાર પાડેલ છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા ના વિકાસ માટે યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે વ્હાલી દિકરી યોજના, આજે આ લેખમાં આપણે Vahli Dikri યોજના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું.
પશુ શેડ યોજના, સરકાર પશુ માટે શેડ બનાવવા રૂપિયા 1,60,000 ની આર્થિક સહાય
વહાલી દીકરી યોજના શું છે?
Key Keyword: વ્હાલી દીકરી યોજના 2024 ફોર્મ ક્યાં મેળવવું? અને ક્યાં ભરવું? | Vahli Dikri Yojana Online Application Process | વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને કઈ કચેરીનો સંપર્ક કરવો? | Download New Vahali Dikari Yojana Application Form PDF, વાલી દિકરી યોજના ફોર્મ, Vahli dikri yojana documents gujarati, લાડકી દીકરી યોજના, વહાલી દીકરી યોજના Apply Online
Vahli Dikri Yojana Gujarat 2024
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દિકરી યોજના અંતર્ગત સમાજમાં દીકરીઓના જન્મદરને વધારવા માટે તથા દીકરીઓને શિક્ષણમાં સુધારો કરવા માટે અને સમાજમાં દીકરીઓના સન્માનને જાળવી રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા વાલી દિકરી યોજના શરૂ કરવામાં આવી છે. જેનો લાભ દીકરીના માતા-પિતા ઓનલાઈન અરજી કરીને લઈ શકે છે. આ યોજનામાં લાભાર્થીઓને કુલ ત્રણ હપ્તામાં એક લાખ દસ હજાર રૂપિયાની (₹1,10,000/-) આર્થિક સહાય આપવામાં આવશે.
વ્હાલી દિકરી યોજના 2024 નો હેતુ
વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ નીચે આપેલ છે.
- દીકરીઓના જન્મદરમાં વધારો કરવો
- દીકરીના શિક્ષણને ઊંચું લઈ જવું
- સ્ત્રી અને પુરુષ ની સમાજમાં સરખી છાપ ઊભી કરવી
- બાળ લગ્ન અટકાવવા
- મહિલાનું સમાજમાં સામાજિક સ્તરે સમાનતા લાવવી
નમો લક્ષ્મી યોજનામાં ધો.9 થી 12 વિદ્યાર્થિને મળશે રૂ. 50,000 રૂપિયાની સહાય અહીં અરજી કરો
Vahli dikri yojana documents gujarati વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ
1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર:
આ પ્રમાણપત્ર સરકારી હોસ્પિટલ કે નોંધાયેલ દવાખાના દ્વારા જાહેર કરાયેલું હોવું જોઈએ.
2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો):
જો દીકરીનો આધારકાર્ડ બન્યો હોય તો તેની નકલ રજૂ કરવી પડશે.
3. માતા અને પિતા બંનેનું આધારકાર્ડ:
માતા અને પિતા બંનેના આધારકાર્ડની નકલ રજૂ કરવી પડશે.
4. માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર:
માતા અને પિતા બંનેના જન્મનું સરકારી હોસ્પિટલ કે નોંધાયેલ દવાખાના દ્વારા જાહેર કરાયેલ જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
5. આવકનો દાખલો:
અરજદાર પરિવારની વાર્ષિક આવકનો દાખલો રજૂ કરવો પડશે. આ દાખલો આયકર વિભાગ, ગ્રામ પંચાયત, નગરપાલિકા કે તાલુકાદાર દ્વારા ઇશ્યુ કરેલ હોવો જોઈએ.
6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા:
દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા રજૂ કરવા પડશે.
7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર):
આ સર્ટિફિકેટ નોંધાયેલ લગ્ન નોંધણી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલું હોવું જોઈએ.
8. સ્વ-ઘોષણાનો નમૂનો:
અરજદાર દ્વારા યોજનાના નિયમો અને શરતોનું પાલન કરવાની સ્વ-ઘોષણા કરતો નમૂનો ભરવો પડશે.
9. અરજદારના રેશનકાર્ડની નકલ:
અરજદારના રેશનકાર્ડની નકલ રજૂ કરવી પડશે.
10. લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક:
લાભાર્થી દીકરીના નામે અથવા તેના માતા/પિતાના નામે
વ્હાલી દીકરી યોજના લાભાર્થીની પાત્રતા | Vahli Dikri Scheme Eligibility
આ યોજનાનો લાભ રાજ્યની નીચે આપેલ પાત્રતા ધરાવતી દીકરીઓને લાભ મળશે.
- ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી દીકરીઓ
- જે દીકરીઓનો જન્મ 2 ઓગસ્ટ 2019 અથવા ત્યારબાદ થયો હોય
- દંપતિના પ્રથમ ત્રણ બાળકોમાં દીકરી હોય તો તે બધી યોજનાનો લાભ મેળવી શકે છે
- માતા-પિતાની સંયુક્ત વાર્ષિક આવક ₹2 લાખ (ગ્રામીણ અને શહેરી વિસ્તાર બંને માટે) થી ઓછી હોય
- એકલ માતા-પિતાના કિસ્સામાં, માતા અથવા પિતાની આવક ધ્યાનમાં લેવામાં આવશે
- માતા-પિતાનું અવસાન થયું હોય તેવી દીકરીઓના કિસ્સામાં, દાદા-દાદી, ભાઈ અથવા બહેન ટ્રસ્ટી બનીને યોજના માટે અરજી કરી શકે છે
- બાળલગ્ન પ્રતિબંધક કાયદો 2006 મુજબ પુખ્ત વયે લગ્ન કરનારા દંપતિઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે
વ્હાલી દિકરી યોજનામાં મળવાપાત્ર લાભ । Vahli Dikri Yojana Benefits
Vahli Dikri Yojana Online 2024 માં લાભાર્થીની દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર) નો આર્થિક લાભ આપવામાં આવે છે.
આર્થિક સહાયમાં હપ્તા અંગેની વિગત | કેટલી અને ક્યારે સહાય મળશે? |
પ્રથમ હપ્તા પેટે | લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- મળવાપાત્ર થશે. |
બીજો હપ્તો પેટે | લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે. |
છેલ્લા હપ્તા પેટે | દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ. |
મહત્વપૂર્ણ લિંક
Vahli Dikri Yojana Form Pdf | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |