gyan sahayak bharti 2024: આજથી જ્ઞાન સહાયક ભરતી માટે અરજી શરૂ, જાણો અરજી કેવી રીતે કરવી ગુજરાત સરકારે તાજેતરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. આ અંગે વિસ્તૃત માહિતી મુજબ, 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી હાથ ધરવામાં આવી રહી છે. આ ભરતી માટે ઉમેદવારો પાસેથી 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
gyan sahayak bharti 2024 જ્ઞાન સહાયક ભરતી 2024
સંસ્થાનું નામ | ગુજરાત શિક્ષણ વિભાગ |
પોસ્ટનું નામ | જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) |
અરજી મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 05/08/2024 |
અધિકૃત વેબસાઇટ | http://gyansahayak.ssgujarat.org |
જ્ઞાન સહાયક ભરતી 2024 વય મર્યાદા gyan sahayak bharti 2024
- તમે ફોર્મ ભરવા માંગો ચો તો તમારી ઉમર જ્ઞાન સહાયક માટે (માધ્યમિક): 40 વર્ષ
- જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક): 42 વર્ષ
જ્ઞાન સહાયક ભરતી 2024 મહત્વની નોંધ: gyan sahayak bharti 2024
આ પગારધોરણ અને વય મર્યાદા માત્ર જ્ઞાન સહાયકની ભરતી માટે જ લાગુ પડે છે.
આ પગારધોરણ 11 મહિનાના કરારના આધારે છે.
અન્ય કોઈ ભથ્થાં કે લાભ આ પગાર ઉપરાંત મળવાપાત્ર નથી.
ગુજરાત રાજ્યના તમામ જ્ઞાન સહાયકો માટે ખુશખબર!
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકોના કરારને 13 જૂનથી રિન્યુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ તમામ શાળાઓમાં જ્ઞાન સહાયકો ઉપલબ્ધ રહેશે.
જ્ઞાન સહાયક વેતન ચુકવણી: gyan sahayak bharti 2024
- તમામ જિલ્લાઓને વેતન ચૂકવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
- તમામ જ્ઞાન સહાયકોને 15 મે સુધીમાં તેમને મળવાપાત્ર રકમ ચૂકવી દેવામાં આવશે.
- ઉનાળુ વેકેશન દરમિયાન કોઈ વેતન ચૂકવવામાં આવશે નહીં.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પગાર કેટલો
- જ્ઞાન સહાયક ભરતી 2024 પગારધોરણ જ્ઞાન સહાયક (માધ્યમિક): રૂ. 24,000/- પ્રતિ માસ
- જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક): રૂ. 26,000/- પ્રતિ માસ