દેશમાં અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર ડિજિટલ સેવા નું વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અવનવી તકનીક અપનાવી રહ્યા છે આ ટેકનિકનો ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડિજિટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી વરસાદની આગાહી નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજના ની માહિતી મેળવી શકે છે જેના માટે સ્માર્ટફોન નો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના બનાવેલ છે
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના તમામ મહિલાઓને 5000 રૂપિયા અને બીજા બાળક પર 6000 રૂપિયા મળશે
ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 khedut mobile sahay yojana 2024
ભારતમાં ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ અને પ્રોગ્રામ ચલાવવામાં આવે છે ખેડૂતો પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ દ્વારા ખેતી વિશે એક માટે ફોટોગ્રાફ ઇમેલ એસએમએસ તથા વીડિયોની આપ લે કરી શકે છે જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતી સભર બને છે જેને ધ્યાનમાં લઈને ખેતીવાડી વિભાગ દ્વારા તો ડિજિટલ કેમેરા મલ્ટીમીડિયા ટચ સ્ક્રીન વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજના હેઠળ રૂપિયા 6,000 ની સહાય આપવામાં આવે છે
અત્યારે હાલમાં ડિજિટલ યુગ છે તાજેતરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ ઓપન એઆઈ વગેરે ટેકનોલોજી આવી રહી છે ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતો પર ડિજિટલ બને રાખેલો છે ડિજિટલ સેવા નો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે સ્માર્ટફોન સહાય યોજના 2024 વિશે માહિતી મેળવશું સ્માર્ટફોન સહાય યોજના 2024 નો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ જોઈએ કેવી રીતે લાભ મળે તેની સંપૂર્ણ માહિતી મેળવશું
ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 હેતુ
- રાજ્યના ખેડૂતો ડિજિટલ સર્વિસ નો વધુમાં વધુ લાભ અત્યંત જરૂરી છે
- ખેડૂતો ડિજિટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવી રોગ જીવાત નિયંત્રણની તકનિક ખેડૂતલક્ષી સહાય વગેરે
- માહિતી મોબાઇલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે
- આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે
સ્માર્ટફોન સહાય યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા
રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવવા માટે નીપાત્રતા નક્કી થયેલી છે તે મુજબ છે
- અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ
- ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ
- ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતો હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે
- સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને આઇ ખેડુત 8-A દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવા પાત્ર થશે
- આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ રહેશે
- સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં
ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 મળવાપાત્ર લાભ
આ સહાય યોજનામાં લાભાર્થીઓને મોબાઈલ ખરીદી પર સહાય મળશે હવે આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી હવેથી 40% સહાય મળશે
- ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોનમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવા પાત્ર થશે
- ખેડૂત સ્માર્ટફોન ની ખરીદી કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000 માંથી જે ઓછું હોય તે સહાય મળશે
- દાખલા તરીકે કોઈ ખેડૂત 8000 ની કિંમત નો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમત 40% મુજબ ₹3,200 ની સહાય મળશે
- અથવા કોઈ ખેડૂત ₹16,000 ની કિંમત નો સ્માર્ટફોન ખરીદે તો 40% લેખે ₹6,000 થાય પરંતુ નિયમો અનુસાર રૂપિયા 6,000 ની સહાય મળવા પાત્ર થશે
- આ સહાય ફક્ત સ્માર્ટફોન ની ખરીદી માટે જ રહેશે
- સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ઈયર ફોન ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં
સ્માર્ટફોન સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ
- આધાર કાર્ડ ની નકલ
- રદ કરેલ ચેકની નકલ
- બેંક ખાતાની પાસબુક
- સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
- મોબાઈલ નો IMEIનંબર
- ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
- AnyRoR Gujarat થી મેળવેલ 8-અ ની નકલ
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો