New ration card form gujarat: રેશનકાર્ડ યોજના હેઠળ રાશન ખૂબ જ ઓછા ખર્ચે અથવા સાવ જ મફતમાં આપવામાં આવતા હોય છે. સરકાર દ્વારા નક્કી કરેલી રાશનની દુકાનો પર અનાજનું વિતરણ કરવામાં આવે છે. જે બધા ગામમાં સરકાર દ્વારા દુકાનો નક્કી કરવામાં આવેલી હોય છે.
રાશન મેળવવા માટે તમારે માત્ર રાશનકાર્ડ લઈને તે દુકાન પર જવાનું હોય છે અને સરકાર દ્વારા નક્કી કરેલી તારીખ મુજબ દુકાનદાર તમને અમુક પૈસે રાશન આપે છે જે લગભગ બહુ જ સસ્તું હોય છે. તમે પણ આ રીતે રાશનનો લાભ લેવા માંગતા હોય અને ખાદ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી બધી યોજનાઓનો લાભ ઉઠાવવા માંગતા હોય તો તમારે પણ ઓનલાઇન રેશનકાર્ડ નું ફોર્મ ભરવું જોઈએ અને જે રાશનકાર્ડ મેળવીને તમારે પણ યોજના નો લાભ લેવો જોઈએ.
આજે આ લેખમાં અમે તમને ઓનલાઇન રેશનકાર્ડ નું ફોર્મ કઈ રીતે ભરી શકાય તેની વિગતવાર માહિતી આપીશું માટે આ લેખ છેલ્લે સુધી વાંચો.
New ration card form gujarat 2024
પહેલા રેશનકાર્ડ બનાવવા માટે સરકારી ઓફિસના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે બધી જ સેવા સરકાર દ્વારા ડિજિટલ કરવામાં આવી છે એટલે તમે ઘરે બેઠા બેઠા પણ નવા રાશનકાર્ડ માટે આયોજન કરી શકો છો. મોટાભાગના લોકોને ખ્યાલ હોતો નથી કે રાશનકાર્ડ નું ફોર્મ કઈ રીતે ભરવું તો આજે અમે અહીંયા વિગતવાર સંપૂર્ણ માહિતી આપીશું અને આર્ટીકલ ના અંતમાં મહત્વની લીંક પણ આપીશું જેના દ્વારા તમે ડાયરેક્ટ આવેદન કરી શકશો.
રેશનકાર્ડનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું?
- રાશન કાર્ડ નું ફોર્મ ઓનલાઈન ભરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે અને પછી ભરવું પડશે. અહીં આપેલી લીંક ડાઊનલોડ ફોર્મ , State Food Portalsદ્વારા તમે ઓનલાઇન આવેદન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
- રાશનકાર્ડ એપ્લાય કરવાનું ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અને તેના સિવાય તમે રાશનની દુકાન પર અથવા ખાદ્ય વિભાગની કાર્યાલય અથવા ગ્રાહક સેવા કેન્દ્ર પરથી પણ તમે ફોર્મ મેળવી શકો છો
- રાશન કાર્ડ ફોર્મ મેળવ્યા પછી તેમાં આપેલી જાણકારી તમારે ધ્યાન પૂર્વક ભરાવની રહેશે જેમકે આવેદકનું નામ, એની જન્મ તારીખ, આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર, ઇમેલ, સરનામું વગેરે
- પછી આવેદન ફોર્મ ભર્યા પછી માંગેલા બધા ડોક્યુમેન્ટની કોપી જોડે લગાવવાની રહેશે. નવું રાશનકાર્ડ બનાવવા માટે કયા કયા દસ્તાવેજો છે તેની સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે તે જોઈ લેવી
- તેના પછી ભરેલ ફોર્મ તમારે ખાદ્ય વિભાગના કાર્યાલય માં જમા કરાવવાનું રહેશે ત્યાં સંબંધિત અધિકારી અથવા કર્મચારી આ ફોર્મની ચકાસણી કરશે અને પછી આવેદન ફોર્મ જમા કરાવ્યા ની પાવતી તમને આપશે આ પાવતી તમારે સાચવીને રાખવાની રહેશે
- જો તમે રેશનકાર્ડ માટે પાત્ર હશો તો થોડા દિવસમાં તમારા નામ પર નવું રેશનકાર્ડ બની જશે
- તમે ખાદ્ય વિભાગના કાર્યાલય જવા નથી માગતા તો તમે સ્ટેટ ફૂડ સેન્ટર અથવા તો ગ્રાહક સેવા કેન્દ્ર પર જઈને પણ ઓનલાઇન રેશનકાર્ડ માટેનું આવેદન કરી શકો છો.
નવું રેશનકાર્ડ ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજ જોશે
નવું રેશનકાર્ડ ફોર્મ ભરવા માટે ફૂડ વિભાગ દ્વારા દ્વારા નક્કી કરવા માં આવેલા દસ્તાવેજ હોવા જરૂરી છે. નીચે આપેલા દસ્તાવેજ ની લિસ્ટ ચેક કરી શકો છો.
- અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો.
- બેંક પાસબુકની ફોટોકોપી.
- ઓળખના પુરાવા માટે આધાર કાર્ડ અથવા પાન કાર્ડ.
- સરનામાના પુરાવા માટે આધાર કાર્ડ અથવા વીજળીનું બિલ અથવા પાણીનું બિલ.
- આવકનું પ્રમાણપત્ર.
- એફિડેવિટ.
- મોબાઇલ નંબર.
સારાંશ
રાશનકાર્ડ ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ આવેદન ફોર્મ મેળવવું પડશે. રાશનકાર્ડ નું ફોર્મ તમે ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો અથવા રાશનની દુકાન અથવા ખાદ્ય વિભાગના કાર્યાલય પર જઈને પણ તમે ફોર્મ મેળવી શકો છો. તેના પછી ફોર્મમાં માગેલી સંપૂર્ણ જાણકારી તમારે ધ્યાનપૂર્વક ભરવાની રહેશે અને માંગેલો ડોક્યુમેન્ટની કોપી ફોર્મ સાથે લગાવવાની રહેશે તેના પછી તમારે ખાદ્ય વિભાગમાં જઈને ફોર્મ જમા કરાવવાનું રહેશે. તમે ખાદ્ય વિભાગ સિવાય ઓનલાઇન વેબ પોર્ટલ પર જઈને પણ તમારું ફોર્મ સબમીટ કરી શકો છો