NTPC Green Energy IPO : NTPC (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) દેશની સૌથી મોટી સંકલિત વીજ કંપની છે. હવે તેની સહાયક કંપની NTPC ગ્રીન એનર્જી લિમિટેડ શેરબજારમાં પ્રવેશ કરશે. પ્રારંભિક જાહેર ભરણું
જાણો રોકાણની મર્યાદા શું છે?
1) પ્રાઇસ બેન્ડ: IPO ની પ્રાઇસ બેન્ડ ₹102 થી ₹108 પ્રતિ શેર છે. પ્રારંભિક જાહેર ભરણું
2) લઘુત્તમ રોકાણ: એક લોટ માટે રોકાણકારે 138 શેર માટે બિડ કરવી પડશે. ₹108ના ઉપલા પ્રાઇસ બેન્ડ મુજબ, એક લોટની કિંમત ₹14,904 હશે.
3) મહત્તમ રોકાણ: છૂટક રોકાણકારો વધુમાં વધુ 13 લોટ એટલે કે 1794 શેર માટે અરજી કરી શકે છે, જેમાં ₹193,752નું રોકાણ કરવું પડશે.
NTPC Green Energy IPO આરક્ષણ વિગતો શેર કરો
NTPC પ્રારંભિક જાહેર ભરણું નો 75% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB), 10% રિટેલ રોકાણકારો માટે અને 15% નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે આરક્ષિત રાખ્યો છે.
કંપનીનો હેતુ અને ઉપયોગ
NTPC ગ્રીન એનર્જી યુટિલિટી-સ્કેલ રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ્સ વિકસાવે છે. આ IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળમાંથી, ₹7500 કરોડનો ઉપયોગ NTPCની પેટાકંપની NTPC રિન્યુએબલ એનર્જી (NREL) ના દેવું ચૂકવવા માટે કરવામાં આવશે, જ્યારે બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે. NREL પાસે જુલાઈ 2024 સુધી ₹16,235 કરોડનું ઉધાર હતું. એનટીપીસી, જે અગાઉ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન તરીકે જાણીતી હતી, હાલમાં 76 ગીગાવોટની ક્ષમતા સાથે દેશની સૌથી મોટી સંકલિત વીજ કંપની છે.