પશ્ચિમ રેલ્વેમાં આવી બમ્પર ભરતીની જાહેરાત 5,000 થી વધુ પોસ્ટ

રેલવેમાં એપ્રેન્ટીસશીપ કરવા ઇચ્છતા ઉમેદવારો માટે નવી ભરતી આવી છે તાજેતરમાં પશ્ચિમ રેલવે એ 5,000 થી વધુ પોસ્ટ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે જેમાં ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે રેલ્વે એપ્રેન્ટીસ માટે જરૂરી લાયકાત શું છે રેલવે એપ્રેન્ટીસ નો પગાર કેટલો છે પસંદગી કેવી રીતે થશે તે બધું આ આર્ટિકલ દ્વારા સમજીએ

RRC WR ભરતી 2024

રેલવેમાં એક પછી એક બમ્પર ભરતીઓ બહાર આવી છે RRB NTPC ભરતી 2024 માટે ઓનલાઇન અરજીઓ શરૂ થઈ ગઈ છે તે દરમિયાન રેલ્વે રિક્રુમેન્ટ સેલ વેસ્ટર્ન રેલ્વે એ 5,000 થી વધુ પોસ્ટ માટે ટ્રેડ એપ્રેન્ટીસ ની ભરતી કરી છે જેમાં ઓનલાઇન અરજી પ્રક્રિયા 23 સપ્ટેમ્બર 2024 થી સત્તાવાર વેબસાઈટ પર શરૂ થઈ ગઈ છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે છેલ્લી તારીખ 22 ઓક્ટોબર 2024 સુધી અરજી કરી શકે છે આ પછી કરવામાં આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં

રેલ્વે એપ્રેન્ટીસ ખાલી જગ્યાની વિગતો

રેલ્વે એપ્રેન્ટીસ ની આ ખાલી જગ્યા દ્વારા વિવિધ વિભાગો માટે ફીટર વેલ્ડર મિકેનિક કાર્પેન્ટર પ્રિન્ટર ઇલેક્ટ્રિશિયન સહિત વિવિધ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે

રેલવે એપ્રેન્ટિસ પાત્રતા : લાયકાત

  • ટ્રેડ એપ્રેન્ટીસ ની આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% માર્ક સાથે 10મું પાસ કરેલ હોવું ફરજિયાત છે
  • તે ઉપરાંત સંબંધિત વેપારમાં ITI પ્રમાણપત્ર હોવું પણ જરૂરી છે
  • ઉમેદવારો ભરતીની સત્તાવાર સૂચના માંથી પાત્રતા સંબંધિત વિગતવાર માહિતી પણ ચકાસી શકે છે

10મું પાસ સરકારી નોકરીનોઓ 2024 : વય મર્યાદા

ઉંમર મર્યાદા

  • રેલ્વે ટ્રેન એપ્રેન્ટીસની આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 15 વર્ષ અને મહત્તમ 24 વર્ષ હોવી જોઈએ
  • ઉંમરની ગણતરી 22 ઓક્ટોબર 2024 ના રોજ કરવામાં આવશે
  • જ્યારે અનામત વર્ગોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે

અરજી ફી

  • ઉમેદવારોએ અરજી દરમિયાન અરજી ફી તરીકે રૂપિયા 100 ચુકવવાના રહેશે
  • એસી એસટી મહિલા અને પીડબ્લ્યુબીડી કેટેગરી ના ઉમેદવારો માટે કોઈ ફી નથી

પસંદગી પ્રક્રિયા

રેલવે એપ્રેન્ટિસ માટે ઉમેદવારોની પસંદગી 10 માં અને આઈટીઆઈ માં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે

Leave a Comment