શિક્ષણ સહાય યોજના 2024 | Shikshan Sahay Yojana 2024 રાજ્યના બાંધકામ શ્રમિકોના બાળકોને પ્રાથમિક શાળાથી લઈને હાઈસ્કૂલ સુધી શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે શિક્ષણ સહાય યોજના આ યોજના હેઠળ બાંધકામ કરતા કોઈપણ શ્રમિક ના બાળકો આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે આ યોજના હેઠળ શ્રમિકના બાળકો પ્રાથમિક શાળા થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી સહાય મેળવી શકે છે તે માટેની સંપૂર્ણ માહિતી આર્ટિકલમાં આપવામાં આવી છે
શિક્ષણ સહાય યોજના લાભ કોને મળશે?
ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોના બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ યોજના પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.
Shikshan Sahay Yojana 2024 યોજના ના નિયમો
- બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
- બાંધકામ શ્રમિકે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- જો બાંધકામ શ્રમિકના બે બાળકો હોય તો બંને બાળકના અલગ અલગ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.
- શ્રમિકના પુત્ર કે પુત્રી જો મૂંગા કે અપંગ હોય તો તેને આ યોજના લાગુ પડશે નહીં.
- જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે સહાય મળવા પાત્ર રહેશે નહીં.
- જે બાળકો યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે બાળકોને આ યોજના લાગુ પડશે નહીં.
- ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે.
Shikshan Sahay Yojana 2024 જરૂરી દસ્તાવેજો
- વિદ્યાર્થીનું બોનાફાઇડ સર્ટિફિકેટ
- આધાર કાર્ડ
- બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક
- વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું રીઝલ્ટ
- શાળા કે કોલેજમાં ફી ભર્યા ની રીસીપ્ટ
- જો રૂપિયા 5000 કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામુ અને સંબંધી પત્રક ભરવાનું રહેશે
શિક્ષણ સહાય યોજના 2024 Shikshan Sahay Yojana 2024
શિક્ષણ સહાય યોજનામાં નીચે મુજબની સહાય મળી શકે છે
- ધોરણ ૧ થી ૫ = ૧૮૦૦ રૂપિયા
- ધોરણ ૬ થી ૮ = ૨૪૦૦ રૂપિયા
- ધોરણ ૯ થી ૧૦ = ૮૦૦૦ રૂપિયા
- ધોરણ: ૧૧, ૧૨ = ૧૦,૦૦૦ રૂપિયા
- ધોરણ ૧૨ પછી = ૨૨,૦૦૦ રૂપિયા
- સ્નાતક પછી = ૩૭,૦૦૦ રૂપિયા થી લઈ ૬૭,૦૦૦ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે.