Sukanya Samruddhi Yojana 2024 : સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 (સુકન્યા સમૃદ્ધિ યોજના): મિત્રો, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશની છોકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY યોજના) શરૂ કરી છે. જો તમારા ઘરમાં કોઈ નાની છોકરીનો જન્મ થયો છે અને તમે તેના ભવિષ્ય વિશે ચિંતિત છો, તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ સુકન્યા યોજના સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યના શિક્ષણ અને લગ્ન ખર્ચને પહોંચી વળવા માટે શરૂ કરવામાં આવી છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 Sukanya Samruddhi Yojana 2024
યોજનાનું નામ | સુકન્યા સમૃદ્ધિ યોજના |
શરૂ કરવામાં આવ્યું હતું | કેન્દ્ર સરકાર દ્વારા |
લાભાર્થી | 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ |
ઉદ્દેશ્ય | દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત |
લાભ | દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન ખર્ચ માટે બચત. |
રોકાણની રકમ | ન્યૂનતમ રૂ. 250 થી મહત્તમ રૂ. 1.5 લાખ |
ચાલુ વર્ષ | 2024 |
સુકન્યા સમૃદ્ધિ યોજના લાભ ઉપાડવા માટે દિકરી ની કઈ ઉંમરે ખાતું ખોલાવવું જોઈએ ?
માતા-પિતા એ તેમની દીકરી ને 10 વર્ષ થાય એ પહેલા ખાતું ખોલાવી શકે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) હેઠળ માત્ર 2 દીકરીઓ માટે જ ખાતું ખોલી શકાય છે
આ યોજનામાં ખાતું ખોલાવવાથી દિકરી ને 15 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી યોગદાન આપી શકાય છે.
દીકરીના જન્મ પછી તરત જ આ યોજનામાં ખાતું ખોલાવી સકાય છે
આ યોજના મા દિકરી ના 15 વર્ષ સુધી તેનું યોગદાન જમા કરાવી શકે છે.
આ યોજનામાં હેઠળ દીકરી 18 વર્ષની થાય ત્યારે મેચ્યોરિટી રકમના 50 ટકા ઉપાડી શકાય છે.
બાકીની રકમ દીકરી ના 21 વર્ષની પુરા થઈ જાય ત્યારે ઉપાડી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના કેટલું મળે છે વ્યાજ?
ભારત સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) માટે દર ત્રણ મહિને વ્યાજ દર નક્કી કરે છે.
સરકાર દ્વારા નાની બચત યોજનાઓ પર મોટાભાગે ઊંચા વ્યાજ દર રાખવામાં આવે છે
સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) હેઠળ ત્રિમાસિક ગાળા માટે વ્યાજ દર વાર્ષિક 8.2 ટકા છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજો
૧.જન્મ પ્રમાણપત્ર
૨.નિવાસ પ્રમાણપત્ર
૩.માતા-પિતાનું આધાર કાર્ડ
૪.પાન કાર્ડ
૫.બેટીનું આધાર કાર્ડ
૬.પાસપોર્ટ સાઇઝ ફોટો
૭.મોબાઇલ નંબર
સુકન્યા સમૃદ્ધિ યોજના માં ખાતું ખોલવાની પ્રક્રિયા
દીકરીના નામે sukanya samriddhi yojana માં ખાતું ખોલવા માટે, માતાપિતાના બેંક અથવા પોસ્ટ ઓફિસમાંથી યોજનાનું ફોમ મેળવવું.
અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવી જેમ કે માતાપિતાનુ નામ, દીકરીનું નામ, ઉંમર વગેરે.
અરજી પત્રક સાથે ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના રહેશે. માતાપિતાના આવકના પ્રમાણપત્રની, દીકરી નું જન્મ પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ સબમીટ કરાવાના રહેશે.
જ્યાંથી તમે અરજી ફોર્મ મેળવ્યું છે તે બેંક અથવા પોસ્ટ ઓફિસ પર જ ફોમૅ સબમિટ કરવા નું રહેશે.
આ સમગ્ર પ્રક્રિયા પછી, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અરજી કરવામાં આવશે.