તાર ફેન્સીંગ યોજના 2024 ભારત સરકાર દ્વારા ખેડૂતોને મળશે ખેતરની ફરતે તારની વાડ કરવા માટે સબસીડી ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને જંગલી પ્રાણીઓ થી બચાવવા માટે ભારત સરકારે દ્વારા કાંટાવાળી વાડ બનાવવા રનીંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા કુલ ખર્ચના 50% બંને માંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે જેનો ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાવાળી વાળ બનાવી પોતાના પાકનું રક્ષણ કરી શકે છે
આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને કાંટાવાળી વાડ બનાવવા માટે સબસીડી આપે છે
તાર ફેન્સીંગ યોજના 2024 કેટલી જમીન પર મળશે લાભ?
આ યોજનાનો લાભ ઉપાડવા માટે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન હોવી જરૂરી છે પોતાની જમીનમાં તારની વાડ બનાવવા માટે રનીંગ મીટર પ્રમાણે 200 મીટર સુધી લાભ મળી શકશે અથવા ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય અપાય છે
તાર ફેન્સીંગ યોજના 2024 માટે પાત્રતા
- લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ.
- ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ.
- અરજદાર પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ.
- ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ જે-તે સર્વે નંબરમાં માત્ર એક વખત મળવાપાત્ર રહેશે.
- અરજદાર ખેડૂતે 7-12 તથા 8-અ ની નકલ રજુ કરવાની રહેશે.
- સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઈન તથા ધારા-ધોરણો (સ્પેશિફિકેશન ) મુજબની વાડ બનાવવાની રહેશે.
- ઓનલાઈન અરજી કર્યેથી સહાયની પુર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પુરી કરવાની રહેશે.
તાર ફેન્સીંગ યોજના 2024 નવા નિયમોની માહીતિ
- આ યોજના હેઠળ વહેલા તે પહેલા ધોરણે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
- તાર ફેન્સીંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત / ખેડૂતોના જૂથ માટે એક કલસ્ટર બનાવી શકાશે.
- એક કરતા વધુ ખેડૂત સાથે સામુહિક અરજી કરી શકશે. જેમાંથી એક ખેડૂતને જુથ લીડર બનાવવાનો રહેશે.
- અરજદાર ખેડૂતો પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ.
- ઓનલાઈન અરજી કર્યા પછી 10 દિવસમાં જૂથના તમામ ખેડૂતોએ 7-12 તથા 8-અ ની નકલ, નિયત નમૂનાનું કબુલાતનામું તથા જૂથ લીડરને સહાય ચુકવાણું કરવા માટેનું સ્વધોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને રજુ કરવાનું રહેશે.
- અરજી કરનાર ખેડૂત/ખેડૂત જૂથ લીડરે તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ, સમાનના ખરીદીના GST વાળા બીલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહીત જિલ્લા ખેતીવાડી અધીકારીશ્રીની કચેરી ખાતે ક્લેમ જમા કરાવાનો રહેશે.
- વાડ બનાવ્યા પછી તેની જાણવણીની જવાબદારી ખેડૂત દ્વારા સ્વ ખર્ચે કરવાનું રહેશે.
તાર ફેન્સીંગ યોજના 2024 જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડની નકલ
- ikhedut portal 7-12.
- રેશનકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
- વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો).
- જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક.
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો.
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો.
- બેંક ખાતાની પાસબુક
તાર ફેન્સિંગ યોજના અરજી પ્રક્રિયા 2024 | Tar Fencing Yojana 2024
- અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.જે
- પરિણામ આવે તેમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ikhedut Portal વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
- “ખેતીવાડી ની યોજના” ની “કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો” ની અલગ-અલગ યોજનાઓ બતાવશે.
- જેમાં “તારની વાડ” નામની યોજના પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં આ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થી ખેડૂતેએ આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું.
- ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.