શું તમે જાણો છો કે ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ નું શું મહત્વ છે અને એનું મહત્વ કેટલું છે?? અત્યારે હાલની પરિસ્થિતિમાં સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ જોબ હોય બધે જ ધોરણ 10 અથવા ધોરણ 12 ની માર્કશીટ માંગવામાં આવે છે જો ભૂલથી તમારી આ માર્કશીટ ખોવાઈ ગયો હોય તો બિલકુલ ગભરાશો નહીં આજના આર્ટીકલ માં આપણે ધોરણ 10 અથવા 12 ની માર્કશીટ કઈ રીતે ઓનલાઇન ડાઉનલોડ કરવી તે વિષય પર વિગતવાર ચર્ચા કરીશું.
GSEB એ ધોરણ 10 ના વર્ષ 1952 થી વર્ષ 2024 અને ધોરણ 12 ના 1976 થી લઈને 2024 સુધીના તમામ પરિણામના રેકોર્ડ એકઠા કરેલ છે. લોકોના હિત માટે લાખો વિદ્યાર્થીઓના પરિણામનું આ રેકોર્ડ ડીજીટલાઇઝેશન કરવામાં આવ્યું છે માનનીય શિક્ષણ શ્રી દ્વારા એસએસસી એન્ડ એચએસસી ડાઉનલોડ ઓનલાઈન પ્રક્રિયા અને શુભારંભ કરવામાં આવે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ યાદીને જણાવ્યું હતું કે ડુબલીકેટ માર્કશીટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે અને તમે વેબસાઈટ પરથી ઓનલાઇન પ્રક્રિયા કરી શકો છો.
GSEB ડુપ્લીકેટ માર્ક ડાઉનલોડ વિશે જાણો
જીએસઇબી દ્વારા લાખો વિદ્યાર્થીઓને પોતાના પરિણામનું રેકોર્ડ ડિજિટલ કરવામાં આવ્યું છે ઉપરોક્ત પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થીઓને વેબસાઈટ પર વિદ્યાર્થી સેવા ઉપર અરજી કરવાની રહેશે અને સમકક્ષ પ્રમાણપત્ર ₹20 200 સ્પીડ પોસ્ટ ચાર્જ રૂપિયા ૫ જેથી વિદ્યાર્થીને ઘરે બેઠા પ્રમાણપત્ર મળી શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પાસેથી ધોરણ 10 ની જીએસઇબી ડુબલીકેટ માર્કશીટ ની વિનંતી કરવા માટે તમારે નીચે દર્શાવેલ પગલાની અનુસરવાની છે.
- સૌપ્રથમ તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં સાઇટ ખોલો
- પછી મેનુ વિભાગમાં સ્ટુડન્ટ્સ ટેબ શોધો.
- પછી તેમાં સ્ટુડન્ટ્સ ઓનલાઇન સર્વિસ ટેબ શોધો.
- જો તમે get SSC duplicate marksheet માંગતા હો તો તેમાં 10 ડુબલીકેટ માર્કશીટ અથવા તો સર્ટીફીકેટ શોધો.
- Register tab પર ક્લિક કરો
- પછી તમારી મૂળભૂત વિગતો ભરો અને તેના પર નોંધણી કરો.
- પછી તમારા મોબાઈલ નંબર કરો અને પાસવર્ડ અને એસ.એસ.સી ડુબલીકેટ માર્કશીટ માટે અરજી કરો.
12th duplicate marksheet or certificate
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પાસેથી ધોરણ 12 ની GSEB HSC ડુબલીકેટ માર્કશીટની વિનંતી કરવા માટે તમારે નીચે દર્શાવેલ પગલાં ને અનુસરવા જોઈએ.
- મોબાઇલ અથવા કોમ્પ્યુટર માં સાઇટ ખોલો
- પછી મેનુ વિભાગમાં students tab શોધો
- પછી તેમાં સ્ટુડન્ટ્સ ઓનલાઇન સર્વિસ ટેબ શોધો.
- જો તમે get HSC duplicate marksheet માંગતા હો તો તેમાં 12th duplicate શોધો
- Register tab પર ક્લિક કરો
- પછી તમારી મૂળભૂત વિગતો ભરો અને તેના પર નોંધણી કરો.
- પછી તમારા મોબાઈલ નંબર વડે લોગીન કરો અને પાસવર્ડ અને એચ.એસ.સી duplicate માર્કશીટ માટે અરજી કરો
આર્ટીકલ દ્વારા અમે તમને ધોરણ 10 અને ધોરણ 12 ની GSEB ડુપ્લીકેટ માર્કશીટ વગેરે કેવી રીતે ડાઉનલોડ કરવી તે વિશેની તમામ માહિતી મહત્વપૂર્ણ પ્રદાન કરી છે જો તમે હજી પણ કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને તમારી સમસ્યાનું નિરાકરણ કરો.