ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારોની શિષ્યવૃતિ આપવામાં આવશે કે જેમને શિક્ષણ ખર્ચમાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ દરેક વિદ્યાર્થીને દર મહિને ખાવા પીવા રહેવા અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે MYSY scholarship
કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી યોજના ચલાવવામાં આવી છે જેથી ગરીબ પરિવારોને શિક્ષણમાં મદદ મળી શકે આજે અમે એવી જ એક સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શું છે?
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ગુજરાત સરકાર દ્વારા ઓછી આવક ધરાવતા પરિવારોના યુવાનોને ઉચ્ચ શિક્ષણ મેળવવા મદદ કરવા માટે શરૂ કરાયેલ એક શિષ્યવૃત્તિ યોજના છે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓની ટ્યુશન ફી પુસ્તકો ખરીદવા ખાવા પીવા રહેવા અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે નાણાકીય સહાય મળે છે
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટેની લાયકાત
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શિષ્યવૃતિ માટે અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ તપાસ કરી લેવી કે પોતે લાયકાત ધરાવે છે કે નહીં આ શિષ્યવૃત્તિ મેડિકલ એન્જિનિયરિંગ ફાર્મસી પેરામેડિકલ ડિપ્લોમા બીકોમ બી એ બી એ અને બી સી એ અભ્યાસક્રમો માટે લાગુ પડે છે જેની માહિતી વિગતવાર જોઈએ
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અરજી કરતા ઉમેદવારે રાજ્યમાં રહેતા હોવા જોઈએ
- ધોરણ 10 ઉપર ડિપ્લોમા કોર્સ ધોરણ 12 ઉપર ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ફાર્મસી પેરા મેડિકલ કોર્સ કરેલ રહેલા અરજદારોને ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં ઓછામાં ઓછા 80 પીઆર ગુણ મેળવ્યા હોવા જોઈએ
- ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 65 % હોવા જરૂરી છે
- અન્ય બીજા કોઈ પણ સ્નાતક કોષમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ ધોરણ 12 માં મિનિમમ 80 પીઆર હોવા ફરજિયાત છે
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરતા ઉમેદવારની વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રહેવા અને જમવા માટેની સહાય
- જે વિદ્યાર્થીને પોતાના વિસ્તારની નજીક અભ્યાસ કરવા માટે પ્રવેશ ના મળે અને એ વિદ્યાર્થી પોતાના તાલુકાની બહાર અભ્યાસ મેળવે છે એ વિદ્યાર્થીને રહેવા અને જમવા માટે સહાય આપવામાં આવે છે
- જે વિદ્યાર્થી સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો હોય એને મળવા પાત્ર નથી
- વર્ષ દરમિયાન કુલ 10 મહિના માટે દર મહિને 1200 રૂપિયા મળવા પાત્ર છે
- એક વર્ષના કુલ 12000 રૂપિયા મળે છે
- પ્રવેશ તમારા તાલુકા બહાર હોવો જોઈએ અને સરકારી હોસ્ટેલમાં રહેતા હોવા જોઈએ નહીં
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં પુસ્તકો અને સાધન સહાયો
- આ સહાય સરકારી અને ખાનગી કોલેજમાં પ્રવેશ લેતા તમામ ભાઈઓ અને બહેનોને મળવા પાત્ર છે
- આ સહાય ફક્ત એક જ વાર મળવા પાત્ર છે
- જે વર્ષે તમે પ્રવેશ લેતા હોય એ વર્ષે પુસ્તકો અને સાધન સહાય માટે તમે અરજી કરી શકો છો
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ના અરજી પ્રકાર
Fresh Application
જે વર્ષે તમે પ્રવેશ મેળવ્યો હોય એ વર્ષે અરજી કરશો અને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે
Renew Application
એકવાર આ યોજનાનો લાભ લીધા પછી બીજા વર્ષમાં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એની થોડીક શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ
Delayed Application
જો તમે અરજી કરવાનું સુકી ગયા હોય તો Delayed એપ્લિકેશનમાં ફોર્મ ભરી શકો છો
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- ધોરણ 10 અને ધોરણ 12 ની પાસ કર્યાની માર્કશીટ
- ડિપ્લોમા અથવા ડિગ્રીમાં અભ્યાસ મળ્યો હોય તો પ્રવેશ સમિતિ નો લેટર
- જે પણ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હોય એનું પ્રૂફ
- ટ્યુશન ફી ભરી હોય એટલી તમામ પહોંચ અથવા રીસીપ્ટ
- સેલ્ફ ડીકલરેશન ઓરીજનલ
- અરજદારના વાલી નું આવકનું પ્રમાણપત્ર જે માન્ય હોય
- જે સંસ્થામાં કે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય એ સંસ્થાનું પ્રમાણપત્ર
- છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો હોય એનું પ્રમાણપત્ર અને ફૂડ બિલ ની પહોંચ
- બેંક પાસબુક
- ઇન્કમટેક્સ રિટર્ન ની નકલ અથવા આવકવેરાને પાત્રતા થતા હોય તો એનું સેલ્ફ ડિકલેસન
- અરજદાર નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- સક્રિય મોબાઈલ નંબર
- વેલીડ ઇ-મેલ આઇડી
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવા માટે એમવાયએસવાય ની વેબસાઈટ ની મુલાકાત લો
- એમવાયએસવાય વેબસાઈટમાં એન્ટર થયા પછી તમને લોગીન રજીસ્ટર 2023 24 નું ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરો
- એમવાયએસવાય લોગીન રજીસ્ટર 2023 24 માં ક્લિક કર્યા પછી ફ્રેશ અરજી પર ક્લિક કરવું
હવે નવું વિકલ્પ દેખાશે ત્યાં પ્રથમ વખત અરજી કરતાં હોય એટલે પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
ના રજીસ્ટ્રેશનમાં હવે તમારું બોર્ડ પાસ થયેલું વર્ષ રોલ નંબર મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી ભરવાની રહેશે - અને ત્યારબાદ પછી પાસવર્ડ મેળવવાનો રહેશે
- પાસવર્ડ તમને તમારા મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી માં મોકલવામાં આવશે
- હવે ફરીથી લોગીન કરો અને પાસવર્ડ દાખલ કરો
- પાસવર્ડ નાખ્યા પછી તમારું લોગીન થઈ જશે
- હવે તમારી આગળ ફ્રેશ અરજી નું પેજ ખુલશે એમાં માંગેલી તમામ માહિતી જેવી કે તમારી પર્સનલ માહિતી
- શૈક્ષણિક માહિતી હોસ્ટેલ માહિતી આવકની માહિતી પ્રવેશ મેળવવાની કોલેજની માહિતી ફીલ કરવાની રહેશે
- ત્યાર પછી માંગેલા ફરજિયાત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
- તમામ માહિતી એક વાર બરાબર ચેક કર્યા પછી છેલ્લે અરજી સબમિટ કરવાની રહેશે
- અરજી સબમીટ કર્યા પછી હેલ્પ સેન્ટર પર જઈ દસ્તાવેજ વેરિફિકેશન કરવાના રહેશે
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે અરજી કર્યા બાદ હેલ્પ સેન્ટર પર દસ્તાવેજ વેરિફિકેશન કરવા ફરજિયાત છે
આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો