ખેડૂતને હવે સરકાર દર મહિને ₹900 આપશે , આજે જ કરો અરજી

સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં સહાય આપવામાં આવે છે ત્યારે ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ માટે સહાય આપવામાં આવે છે ખેડૂતને ગાયના નિભાવ માટે મહિને ₹900 આપવામાં આવે છે

Gay Sahay Yojana Gujarat 2024

પોરબંદર છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે 13.44 કરોડનું ચુકવણું કરાયું છે જેમાં પોરબંદરમાં 3,083 કુતિયાણામાં 884 અને રાણાવાવમાં 410 સહિત જિલ્લામાં 4377 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયની ભાવ માટે વર્ષે 1800 રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવાઇ છે

જમીનનો બગાડ થતો અટકાવવા ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડવા જંતુનાશક દવા અને કેમિકલ યુક્ત ખાતરથી ઉત્પાદિત થયેલ ખોરાકના બદલે શુદ્ધ સાત્વિક ખોરાક લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર સરાહનીય પ્રયાસ કરી રહી છે

પોરબંદર જિલ્લામાં આત્મા ગવર્નિંગ બોર્ડના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટ ત્રાડાની ટીમ દ્વારા ખેડૂતોને તાલીમ યોજી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારની કલ્યાણકારી યોજનાથી ગાય માટે દર મહિને ₹900 ની ચુકવણી કરવામાં આવી રહી છે

ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય અને ખેતીલાયક જમીનનું સંવર્ધન થાય તેવા આશયથી શરૂ કરાયેલ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી માટે એક ગાયના નિભાવ ખર્ચ ની સહાય યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 13.44 કરોડ રૂપિયાની સહાયની ચુકવણી કરવામાં આવી છે

ગાયના નિભાવ માટે સહાય

આ યોજનાન અંતર્ગત ધર્મ મહિને ખેડૂતોની ₹900 અને વાર્ષિક 10,800 ની એક ગાયના નિભાવ માટે સહાય અપાય છે આજના યુગમાં રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાના છટકાવને લીધે પાક પર થતી તેની પ્રતિકૂળ અસરથી લોક સ્વાસ્થ્યને બચાવવાનું આ યોજના પાછળનો સરકારનો મુખ્ય ઉદ્દેશ છે
ખેતીલાયક જમીન ફળદ્રુપ ઉપજાવ બંને અને જમીન ખરાબ ન થાય તથા રાસાયણિક ખાતરને બદલે પ્રાકૃતિક ખેતીને લીધે જમીનમાં રહેલ સૂક્ષ્મ જીવાણુ ખાસ કરીને અળસિયા પાક માટે ખૂબ ખૂબ ઉપયોગી છે

મહિને ખેડૂતોની ₹900

પોરબંદર જિલ્લામાં વર્ષ 2021 2022 માં 377.40 લાખ ની સહાયની ચુકવણી ખેડૂતોને કરવામાં આવી હતી
વર્ષ 2022 2023 માં 488.96 લાખની સહાયની ચુકવણી ખેડૂતોને કરવામાં આવી હતી
વર્ષ 2023 2024 માં 47949 લાખની સહાયની ચુકવણી ખેડૂતોને કરવામાં આવી હતી

  • ખેડૂત પાસે ખેતીની જમીન હોવી જોઈએ
  • ખેડૂત પાસે દેશી ગાય હોવી જોઈએ
  • ખેડૂત પાસે દેશી ગાયને ટેગ મારેલ હોવું જોઈએ
  • ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ
  • ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

Leave a Comment