આધાર કાર્ડ આ 6 બદલાયેલા નિયમો જાણો

આધાર કાર્ડ સહિત આ 6 બદલાયેલા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે તેની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી

નાણામંત્રી નિર્મલા સીતા રમણી આ વર્ષના બજેટમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો અંગે સુધારા રજૂ કર્યા હતા. આ તમામ ફેરફારો એક ઓક્ટોબર 2024 થી લાગુ થવા જઈ રહ્યા છે

આ વર્ષના બજેટમાં સરકારી આધારકાર્ડ , STT, TDS રેટ અને આવકવેરામાં ફેરફાર અંગે કેટલાક સુધારા રજૂ કર્યા હતા. આ તમામ નવા નિયમો એક ઓક્ટોબરથી અમલમાં આવશે

1. STT

  • સરકારે આ વર્ષના બજેટમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ફોર સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારીને અનુક્રમે 0.02 ટકા અને 0.1 ટકા કર્યો છે
  • આ સિવાય શેર બાયબેકથી થતી કમાણી પર ટેક્સ લાગશે
  • આ સુધારો પસાર કરવામાં આવ્યો છે અને એક ઓક્ટોબર 2024 થી લાગુ કરવામાં આવશે

2. આધાર

પાનકાર્ડ નો દુરુપયોગ અટકાવવા માટે આઈટીઆર અને પાન અરજીઓમાં આધાર નંબરના બદલે આધાર એન્ડ્રોઈમેન્ટ આઈડી કવોટ કરવાની મંજૂરી આપતી જોગવાઈઓ હવે એક ઓક્ટોબરથી લાગુ થશે નહીં
બજેટ મેમોરેન્ડમ મુજબ એક જુલાઈ 2017 થી અમલી આવકવેરા કાયદાની કલમ 139AA મુજબ આધાર નંબર મેળવવા માટે પાત્ર કોઈપણ વ્યક્તિએ પાન અરજી ફોર્મ અને આવકવેરા રિટર્ન માં તેનો ઉલ્લેખ કરવો પડશે

3. શેરની પુનઃ ખરીદી

  • એક ઓક્ટોબરથી શેર બાયબેક પર ડિવિડન્ડની જેમ જ શેર હોલ્ડર લેવલ ટેક્સ લાગુ થશે
  • તેની અસર એ થશે કે રોકાણકારો પર ટેક્સનો બોજ વધશે
  • તે ઉપરાંત કોઈપણ મૂડી લાભ અથવા નુકસાનની ગણતરી કરતી વખતે આ શેરના શેરધારકના સંપાદન ખર્ચને ધ્યાનમાં લેવામાં આવશે

4. ફ્લોટિંગ રેટ બોન્ડ TDS

  • બજેટ 2024 માં જાહેરાત કરવામાં આવી હતી કે એક ઓક્ટોબર 2024 થી ફ્લોટિંગ રેટ બોન્ડ સહિત અમુક કેન્દ્રીય અને રાજ્ય સરકારના બોન્ડ્સ માંથી 10% ના દરે TDS કાપવામાં આવશે
  • જો આખા વર્ષની આવક રૂપિયા 10000 થી ઓછી હોય તો TDS કાપવામાં આવશે નહીં

5. TDS દરો

  • આ વર્ષના બજેટમાં TDS દર અંગે ફાઇનાન્સ બિલ માં કલમ 19DA, 194H, 194-IB અને 194M હેઠળ ચુકવણી માટે TDS દર 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો હતો
  • તે જ સમયે ઈ કોમર્સ ઓપરેટરો માટે TDS 1% થી ઘટાડીને 0.1% કરવામાં આવ્યો હતો

6. ભારતીય રેલવે સ્પેશિયલ ડ્રાઇવ

  • વ્યસ્ત અઠવાડિયા દરમિયાન પેસેન્જર ટ્રાફિકમાં અપેક્ષિત વધારાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે ટિકિટ વિનાના મુસાફરો સામે વિશેષ ડ્રાઇવ શરૂ કરશે
  • રેલવે મંત્રાલય અનધિકૃત મુસાફરને રોકવા અને કડક ટિકિટ ચેકિંગ પ્રક્રિયાઓ લાગુ કરવા માટે આ પહેલ શરૂ કરી છે

આવી રીતે આધાર કાર્ડ થી નાની બચત યોજનાઓ સંબંધીત અપડેટ સુધી આ ફેરફારો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે તમારે 1 ઓક્ટોબર 2024 માં આ 6 ફેરફારો વિશે પણ જાણવું જોઈએ આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાના મારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment