હવે આંગળીના ટેરવે મળશે 35 લાખ રૂપિયાની લોન! SBI એ ગ્રાહકો માટે શરૂ કરી નવી સુવિધા

ગ્રાહકો હવે પેપરલેસ અને ડિજિટલ પ્લેટફોર્મ YONO ઉપયોગ કરીને તેમના પોતાના ઘરેથી ની સુવિધા મેળવી શકે છે sbi કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને ડિફેન્સ પગારદાર ગ્રાહકોને હવે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ હેઠળ પર્સનલ લોન મેળવવા માટે બેંકની શાખા ની મુલાકાત લેવાની કોઈ જરૂર રહેશે નહીં

દેશના સૌથી મોટી ધિરાણ કરતા state bank of india પોતાના ગ્રાહકોને અવારનવાર કોઈ ખાસ સુવિધા કે યોજનાઓ આપતી રહે છે જેથી મહત્તમ લોકો સુધી બેન્કિંગના લાભો પહોંચી શકે ત્યારે હવે state bank of india એ તેના YONO પ્લેટફોર્મ પર ગ્રાહકોને ડિજિટલી સશક્ત કરવાના ધ્યેય સાથે રીયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ RTXC લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

એસબીઆઇ ઓફિસિયલ એકાઉન્ટ પર કરેલ ટ્વીટ પ્રમાણે “તમારા સપનાને હા કહો” અમારા લાયક પગારદાર ગ્રાહકો માટે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ RTXC ની શરૂઆત હવે YONO એક પર 35 લાખ સુધીની સરળ અને ત્વરિત લોન મળશે

RTXC માટે શું હોવી જોઈએ લાયકાત?

  • ગ્રાહકો હવે પેપરલેસ અને ડિજિટલ પ્લેટફોર્મ YONO ઉપયોગ કરીને તેમના પોતાના ઘરેથી RTXC સુવિધા મેળવી શકે છે
  • Sbi ના કેન્દ્ર અને રાજ્ય સરકાર અને ડિફેન્સ પગારદાર ગ્રાહકોને હવે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ હેઠળ પર્સનલ લોન મેળવવા માટે બેંકની શાખા ની મુલાકાત લેવાની કોઈ જરૂર રહેશે નહીં
  • ક્રેડિટ ચેક લાયકાત મંજૂરી અને ડોક્યુમેન્ટસના હવે ડિજિટલ અને નિશ્ચિત સમયમાં પૂર્ણ થઈ શકશે
  • જે ગ્રાહકો યોગ્ય લાયકાત ધરાવે છે તેઓ હવે કોઈપણ કાગળ ભર્યા વિના YONO SBI દ્વારા રૂપિયા 35 લાખ સુધીની પર્સનલ લોન મેળવી શકશે
  • આ લોન માટે ગ્રાહકોને એકદમ સરળ અને ઝડપી એપ્લિકેશન પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે

શું છે આ સ્કીમ ના ફીચર્સ?

  • સૌથી ઓછો વ્યાજ દર
  • થોડા જ ક્લિકસમાં તાત્કાલિક લોન મળી જશે
  • ₹35 લાખ સુધીની લોન ની સુવિધા
  • ડિજિટલ ડોક્યુમેન્ટ એક્ઝિક્યુસન દ્વારા તાત્કાલિક ડોક્યુમેન્ટ સબમીશન

YONOમાં પ્રી – અપ્રુવડ લોન કેવી રીતે મેળવવી ?

  • તમારી વિગતો દ્વારા YONO એપમાં લોગીન કરો
  • હવે Avail Now પર ક્લિક કરો
  • ત્યારબાદ લોન ની રકમ અને મુદત પસંદ કરો
  • તમારા બેન્ક એકાઉન્ટ સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી દાખલ કરો
  • રકમ તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે

આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment