ઘર બેઠા આધારમાં તમારું સરનામું અપડેટ કરો આ માટે 50 રૂપિયા ચાર્જ થશે

ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો તેમનું શહેર અથવા સરનામું બદલે છે પરંતુ તેને આધાર કાર્ડમાં અપડેટ કરતા નથી. તેનો એ પણ એક કારણ છે કે આ કામ તેમને ઝંઝટવાળું કામ લાગે છે.

ઘણા બધા લોકોને નોકરી અન્ય કોઈ પણ કામના કારણે વારંવાર શહેર બદલવું પડતું પણ હોય છે આવી સ્થિતિમાં પણ ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો જ્યારે તેમનું શહેર અથવા સરનામું બદલાય છે ત્યારે તેને આધારમાં અપડેટ કરી શકતા નથી. તેઓ એવું માને છે કે તે એક મુશ્કેલ કામ છે પણ ખરેખર એ નથી.

હવેના સમયમાં આધાર કાર્ડમાં તમારા ઘરનું સરનામું બદલવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે તમે તેને ઘરે બેઠા ઓનલાઈન અપડેટ કરી શકો છો આ માટે તમારે ₹50 ની ફી ચૂકવવી પડશે અમે તમને તેની સંપૂર્ણ પ્રક્રિયા અહીં જણાવવા જઈ રહ્યા છીએ.

આધારકાર્ડમાં એડ્રેસ અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો aadhar card update kevi rite update kare

  • આધાર કાર્ડ નંબર
  • આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર
  • વર્તમાન સરનામા નું પ્રુફ

એડ્રેસ સાથે આધાર કાર્ડમાં એડ્રેસ કેવી રીતે અપડેટ કરવું? aadhar card update kevi rite update kare

  • તેના માટે સૌથી પહેલા યુઆઇડીએઆઇ ની ઓફિસિયલ સાઈટ માયઆધાર પર જાવ.
  • ત્યારબાદ અહીં લોગીન કરવા માટે તમારે તમારો 12 આંકડા નો આધાર નંબર દાખલ કરવો પડશે
  • ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરો અને મોકલો ઓટીપી પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે ઓટીપી ને દાખલ કરો અને લોગીન કરો
  • ત્યારબાદ આધારકાર્ડ અપડેટ નામનો વિકલ્પ જોવા મળશે તે વિકલ્પ પર જાઓ આ પછી પ્રોસિડ ટુ આધાર અપડેટ ના વિકલ્પ પર ક્લિક કરો
  • ત્યારબાદ આગળના પેજ પર સરનામું પસંદ કરો અને આગળ વધો આધાર અપડેટ ના વિકલ્પ પર ક્લિક કરો
  • આમ કરવાથી અહીં તમને તમારું વર્તમાન સરનામું જોવા મળશે
  • ત્યારબાદ તમે છે એડ્રેસ ને અપડેટ કરવા માંગો છો તેનો ઓપ્શન દેખાશે
  • અહીં તમારે તમારા નવા સરનામાની વિગત ભરવાની રહેશે
  • ત્યારબાદ તમારે એક ડોક્યુમેન્ટ સબમીટ કરવો પડશે જેના પર તમારી પાસે નવું સરનામું અવેલેબલ હોય.
  • ત્યારબાદ તમારે નીચે આપેલા બંને ચેકબોક્સ પર ક્લિક કરીને આગળ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ અહીં એક પેમેન્ટ ઓપ્શન આવશે અહીં તમે તમારી ઈચ્છા મુજબ યુપીઆઈ નેટબેન્કિંગ અથવા કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકો છો.
  • હવે અહીં ચુકવણી પૂર્ણ થયા બાદ એક રસીદ મળશે આ પછી તમારું આધાર થોડા દિવસોમાં અપડેટ થઈ જશે

તમે દસ્તાવેજો વિના પણ તમારું સરનામું અપડેટ કરી શકો છો aadhar card update kevi rite update kare

યુઆઇડીએઆઇ પરિવારના વડા ની પરવાનગી સાથે આધારમાં સરનામું ઓનલાઇન અપડેટ કરવાની સુવિધા પણ પ્રદાન કરે છે આ હેઠળ ઘરના વડા તેમના બાળક જીવનસાથી માતા-પિતાના સરનામા ને ઓનલાઈન આધાર એડ્રેસ અપડેટ માટે મંજૂરી આપી શકે છે 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ એચઓએફ બની શકે છે

આધાર કાર્ડ માં તમારું સરનામું અપડેટ કરવાની ઓનલાઈન અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારે માયઆધાર વેબસાઈટ પર જવું પડશે
  • અહીં તમારે લોગીન કરવા તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે આ પછી એક કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે અને મોકલો ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર એક ઓટીપી નંબર આવશે તેને દાખલ કરીને તમે લોગીન કરી શકો છો
  • ત્યારબાદ તમને ઓનલાઇન અપડેટ સર્વિસ નો વિકલ્પ જોવા મળશે તેને સિલેક્ટ કરો
  • ત્યારબાદ તમે હેડ ઓફ ફેમિલી એચઓએફ આધારિત આધાર અપડેટ નો વિકલ્પ પર ક્લિક કરો
  • ત્યારબાદ પરિવારના વડા નો આધાર નંબર નાખવાનો રહેશે
  • આ પછી તમારે ₹50 નું સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે
  • ત્યારબાદ એડ્રેસ અપડેટ માટે એચઓએફ ને વિનંતી મોકલવામાં આવશે
  • આ પ્રક્રિયા બાદ hof એ તેની પરવાનગી આપવાની રહેશે
  • જો એચઓએફ સરનામું શેર કરવાની વિનંતી ને નકારે છે તો તમારું આધાર સરનામું અપડેટ કરવામાં આવશે નહીં

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે સરકારી યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment