Smart Hand Tool Kit Yojana 2024 સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને ખેતીને સરળ બનાવવા ઉદ્દેશ સાથે સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને આધુનિક ખેતી ના ઓજારો અને સાધનો ખરીદવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે આ સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજના દ્વારા ખેડૂતો 14 પ્રકારના વિવિધ ખેતીના સાધનોની ખરીદી પર સહાય ચૂકવવામાં આવશે તેના માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે Agricultural Sahay Yojana 2024
આ યોજના દ્વારા ખેતીમાં શ્રમનું પ્રમાણ ઘટાડીને ખેડૂતોને રાહત આપી આધુનિક સાધનો દ્વારા ઉત્પાદન વધારવાનું અને ગુણવત્તા સુધારી શકાય તેમજ ખેડૂતોની ટેકનોલોજી સાથે જોડીને ખેતીને વધુ નફાકારક બનાવવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે ખેડૂત ભાઈઓ નીચે પ્રમાણેના ઓજારોની ખરીદી પર સહાય માટે અરજી કરી શકે છે
અટલ પેન્શન યોજના હેઠળ સરકાર દર મહિને 1000 થી 5000 રૂપિયા આપશે, જાણો સંપૂર્ણ માહિતી
Agricultural Sahay Yojana 2024 ની શરતો અને વિશેષતાઓ
- ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ તેમજ સીમાંત ખેડૂતો આ યોજના માટે પાત્ર છે
- લાભાર્થી ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની સહાય મળે છે
- સ્માર્ટ હેન્ડ ટૂલ કીટમાં ખેતી માટે ઉપયોગી વિવિધ પ્રકારના ઓજારો અને સાધનો જેમકે ત્રિકમ કોદાળી પાવડો વગેરે સાધનોનો સમાવેશ થાય છે
- લાભાર્થી ખેડૂત ની પાસે આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો હોવી જરૂરી છે
- ખેડૂત આ યોજના માટે ઓનલાઇન અથવા તો આઇ ખેડૂત પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે
- ખરીદેલ સાધનોનો ઉપયોગ ફક્ત ખેતી માટે જ કરવો
સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજના ના ફાયદાઓ
- આ યોજના ખેડૂતોને કુલ ખર્ચના 90% અથવા 10,000 બંનેમાંથી જે ઓછું હશે તે મળશે
- ખેડૂતોને ખેતીના કાર્યો સરળતાથી અને ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળે છે
- ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને આવકમાં વધારો થાય છે
- ખેતીની ગુણવત્તાઓમાં સુધારો થાય છે અને પર્યાવરણને પણ ઓછું નુકસાન થાય છે
ખેડૂતો માટે સાધન સહાય 2024 માટેના દસ્તાવેજો
આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે જેમાં આ યોજનાની ફોર્મ ભરવા માઈટી નીચે પ્રમાણેના દસ્તાવેજો
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- આઇ ખેડૂત પોર્ટલ સાતબાર
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ નું સર્ટિફિકેટ (જો હોય તો)
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જમીનના 7/12 અને 8- અ માં સંયુક્ત ખાતેદારના કેસમાં અન્ય હિસાબારના સંમતિપત્રક
ખેડૂતો માટે સાધન સહાય 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઈટ પર જાવ
- યોજનાઓ વિભાગમાં જાઓ અને ત્યાં ખેતીવાડી ને લગતી યોજનાઓ પસંદ કરો
- ત્યાર પછી હવે સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજના પસંદ કરો
- યોજનાની સામે આપેલ ઓનલાઈન અરજી કરો બટન પર ક્લિક કરો
- જરૂરી વિગતો જેવી કે આધારકાર્ડ બેંક ખાતાની વિગત જમીનની વિગત વગેરે ભરો
- જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ બેંક પાસબુક 7/12 અને 8- અ ની નકલો અપલોડ કરો
- છેલ્લે તમામ વિગતો ચકાસી તમારી અરજીને સબમિટ કરો
સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજના ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે આ યોજના દ્વારા ખેડૂતોની ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની એક તક મળી છે આ યોજના ખેડૂતોની આવક વધારવામાં અને ગુજરાતની ખેતીની નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો