Dr. Ambedkar Awas Yojana : ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંગે જાણકારી મેળવતા ગુજરાતમાં ઘણા કુટુંબો ઘરવિહોણા છે અને તેઓને રહેવા માટે પોતાનું પાકું મકાન નથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકોને માટે આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવે છે.
ત્રણ હપ્તામાં આપવામાં આવતી હોય છે તો ચાલો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીએ કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે આવાસ યોજના અંગેના નિયમો અને શરતો કોણ કરી શકે આ મકાન સહાય માટે અરજી વગેરે
ડોક્ટર આંબેડકર આવાસ યોજના થકી ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિના લોકોને ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવે છે આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવતી હોય છે આ રકમથી સારું મકાન બનાવી શકાય છે તેમજ મફતમાં મકાન મળી જાય છે આ યોજનાનો લાભ સફાઈ કર્મીઓ તેમજ જેમને કાચું મકાન હોય તેમને મળે છે
ડૉ. આંબેડકર આવાસ યોજનાનો મુખ્ય હેતુ Dr. Ambedkar Awas Yojana
આ યોજનાનો મુખ્ય હેતુ એ છે જે અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમય બદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરું પાડવાનો છે તેમજ ઘર વિહોણા અને ખુલ્લો પ્લોટ ધરાવતા લોકોને સરકાર પાકું ઘર બાંધવા માટે કુલ રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવે છે.
આ સહાયક કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવતી હોય છે આ યોજનામાં પ્રથમ હપ્તો 40,000 નો બીજો હપ્તો 60,000 નો અને ત્રીજો હપ્તો 20,000 નો આપવામાં આવે છે આ મુકુલ 1,20,000 આપવામાં આવે છે
ડૉ. આંબેડકર આવાસ યોજનાનો લાભ કોણ લઈ શકે?
આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા હોવી જોઈએ જે નીચે પ્રમાણે છે:
- આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ
- અરજદાર એ પોતાના પ્રમાણપત્રો મુજબ અરજીના નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહેશે
- જો લાભાર્થીએ અગાઉ આ પ્રકારની યોજનાનો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે
- આવા સહાય નો બીજો હપ્તો મળ્યા બાદ લાભાર્થીએ આવાસનું કામ 1 વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે
- આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ લઈ શકશે
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹6,00,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા 6,00,000થી વધુ ન હોવી જોઈએ
- અરજી ઓનલાઇન કર્યા બાદ અરજીની બે નકલ અરજદારે જિલ્લા પંચાયતમાં જમા કરવાની રહેશે
- જ્યારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાત પણે આંબેડકર આવાસ યોજનાની તકતી લગાવવાની રહેશે
ડૉ. આંબેડકર આવાસ યોજના માટે મળવાપાત્ર લાભો
- ઘર બાંધવા માટે કુલ ₹1,20,000 ની સહાય મળવાપાત્ર થશે
- આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે
- આ યોજના હેઠળ લાભાર્થીને પોતાનું પાકું ઘર મળશે
- પ્રથમ હપ્તો 40,000 નો બીજો હપ્તો 60,000 નો અને ત્રીજો હપ્તો 20,000 નો ચૂકવવામાં આવશે
- તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરના હુકમ સાથે ત્યાર પછી બીજો હપ્તો લિન્ટલ લેવલ પહોંચ્યા બાદ અને ત્રીજો
- હપ્તો સૌચાલય સહિતનું કામ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવે છે
ડૉ. આંબેડકર આવાસ યોજના માટેના જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- આવકનું પ્રમાણપત્ર
- જાતિનો દાખલો
- રહેઠાણનો પુરાવો
- જમીન માલિકીનો પુરાવો
- બેંક પાસબુક
- જે જમીન પર મકાન બાંધવાનું હોય તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતા નકશા ની નકલ
- મકાન બાંધકામ ચીઠી
- સ્વ ઘોષણાપત્ર
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ અથવા મકાન નો ફોટો
ડૉ. આંબેડકર આવાસ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ ફોર્મ ભરવા માટે વેબસાઈટ ખોલો
- ત્યાર પછી ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવો
- બધી જ માહિતી ભરીને સબમિટ કરો
- ત્યાર પછી તમારા મોબાઇલમાં આઈડી અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરો
- લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરો
- ત્યાર પછી તમારી બધી માહિતી ભરો
- માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટ માં અરજી સેવ કરો
- અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરો
- અરજી સબમીટ કરશો એટલે તમારા મોબાઇલમાં અરજી નંબર આવી જશે
- ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લો