Kuvarbai nu Mameru Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા કન્યા ને રૂ.12,000 ની સહાય, મેળવો સંપૂર્ણ માહિતી

Kuvarbai nu Mameru Yojana 2024 : ભારત સરકાર દ્વારા કન્યા ને રૂ.12,000 ની સહાય, મેળવો સંપૂર્ણ માહિતી ભારત સરકાર ની આ યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં 10,000 રૂપિયા નો ફાડો આપી ને આર્થિક રીતે સહાય કરે છે. આ યોજનાનો લાભ લેવા માટે e Samaj kalyan પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલુ જરૂરી છે.

Gujarat Kuvarbai nu Mameru Yojana 2024

યોજનાGujarat Kuvarbai nu Mameru Yojana
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશરાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને
લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
લાભાર્થીગુજરાત દીકરીઓને
સહાયનીતારીખ-01/04/2021 પહેલાં લગ્ન
કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય
 રકમ-2ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
વેબસાઈટesamajkalyan.gujarat.gov.in

કુંવરબાઈનું મામેરું યોજના શું છે?

કુંવરબાઈ નું મામેરું યોજના એ ભારત સરકાર દ્વારા સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ની દીકરી ને        આર્થિક રીતે સહાય કરે છે.
કુંવરબાઈ નું મામેરું યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.
કોઈ પન દીકરી ના લગ્ન થયા હોય પછી તે આ યોજના નો લાભ લઇ શકે છે.
કુંવરબાઈ નું મામેરું યોજના માં અરજદાર ને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
આ યોજના હેઠળ અરજદાર ને રૂ.12,000 ની સહાય આપવા મા આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના પાત્રતા અને માપદંડ

૧.અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
૨.આ યોજના નો લાભ અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
૩.કુંટુંબની ૨ કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
૪.કન્યાની ઉંમર, લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જરૂરી છે.
૫.ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
૬.શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
૭.જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
૮.લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
૯.સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

કુંવરબાઈનું મામેરું યોજના જરૂરી દસ્તાવેજ

1. કન્યાનું આધાર કાર્ડ
2. કન્યાનું ચૂંટણીકાર્ડ
3. કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
4. કન્યા નો જાતિનો દાખલો
5. યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
6. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
7. કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
8. કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
9. યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
10. લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
11. બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
12. કન્યાના પિતા/વાલીનું એકરારનામું
13. કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
14. જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુંવરબાઈનું મામેરું યોજના લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી?

ઓનલાઈન અરજી કરવા માટે કન્યાએ e samaj kalyan ની વેબસાઈટનો ઉપયોગ કરવાનો રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

૧. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરો
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?ServiceID=duJMDyg6dmO007n6aojWGQ==
૨. તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
૩. રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
૪. ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
૫. ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
૬. એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

Leave a Comment