ગુજરાત સરકારની આ યોજના દ્વારા ખેડૂતને ટોટલ 42,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે હજુ આ યોજનાના અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ જ છે તો અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા આ યોજનાની તમામ માહિતી મેળવી લો તેમજ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી દો તો સૌ પ્રથમ આ યોજના વિશેની માહિતી મેળવી લઈએ
મેઈન્ટેનન્સ અને આંતરપાક માટે સહાય
ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર એક નવી યોજના આવી છે આ યોજના પ્રમાણે ગુજરાત સરકાર મેઈન્ટેનન્સ અને આંતર પાક માટે ઈનપુટ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે સરકાર દ્વારા સતત ચાર વર્ષ સુધી નાણાકીય સહાય આપવામાં આવશે ચાર વર્ષના અંતે ટોટલ નાણાકીય સહાય 42,000 રૂપિયા થશે તો જે પણ ખેડૂત આ યોજના દ્વારા સરકારી યોજના મેળવે છે તે ખેડૂત નીચે મુજબની માહિતી મેળવ્યા બાદ ઓનલાઇન અરજી કરી શકે છે
બાગાયતીની આ યોજના દ્વારા મળતા ફાયદા
આ યોજના દ્વારા ખેડૂતોને ચાર વર્ષના ગેસ્ટેશન સમયગાળા દરમિયાન ખેડૂતોને આંતરપાક અને મેન્ટેનન્સ માટે સહાય મળે છે આ સહાય દર વર્ષે મેન્ટેનન્સ અને આંતરપાક ખર્ચ માટે આપવામાં આવે છે જેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે
- પ્રથમ વર્ષ માટે મેન્ટેનન્સ અને આંતરપાક માટે 10500 ની ની નાણાકીય સહાય આપવામાં આવે છે
- બીજા વર્ષ માટે મેન્ટેનન્સ અને આંતર પાક માટે 10,500 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે
- ત્રીજા વર્ષ માટે મેન્ટેનન્સ અને આંતરપાક માટે 10,500 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે
- ચોથા વર્ષ માટે મેન્ટેનન્સ અને આંતર પાક માટે 10,500 ની નાણાકીય સહાય આપવામાં આવે છે
આવી રીતે લાભાર્થી ખેડૂત મિત્રોને ચાર વર્ષના અંતે મેન્ટેનન્સ અને આંતર પાક માટે ટોટલ 42,000 રૂપિયાની ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલાક નિયમો અને શરતો બનાવેલ છે તેનું પાલન કરવું જરૂરી છે
બાગાયતી ની યોજના માટે નિયમો અને શરતો
- ગુજરાતના રહેવાસી ખેડૂત જ આ યોજનાનો લાભ મેળવી શકે છે
- ઓઇલપામની ખેતી કરતા ખેડૂતો જ આ યોજના દ્વારા 42 હજાર રૂપિયાની સહાય મેળવી શકે છે
- ઓઇલ પામવા અંતર પાક માટે ઇનપુટ જેવા કે બિયારણ ખાતર ફલ્ટીગેશન ટ્રીગાર્ડ કેમિકલ વગેરેની બીજ નિગમ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સરકારી અથવા સહકારી સંસ્થા રાજ્યની કૃષિ યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતા દ્વારા એમ્પેનલમેન્ટ કરેલ ઉત્પાદક ઉત્પાદકના અધિકૃત વિક્રેતાના અધિકૃત ડીલરો પાસેથી મેળવવાના રહેશે
- સદર ઇનપુટ પૈકી 75% ઇનપુટ નો ખર્ચ બિયારણ અને ખાતર માટે અને બાકી 25% ખર્ચ પાક સંરક્ષણ માટે કરવાનો રહેશે
- ખેડૂત ખાતેદારે કરેલ જમીન ધારણની મર્યાદા મુજબ પ્રથમ ચાર વર્ષ સુધી વર્ષ એક વાર હોય છે
- જો તમે આયે શરતોનું પાલન કરો છો તમારી પાસે આ યોજનામાં અરજી કરવા માટેના જરૂરી તમામ દસ્તાવેજો હાજર હોવા જરૂરી છે
બાગાયતીની યોજના માં અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- સંમતિ પત્રક
- જાતિ નો દાખલો
- બેંક ખાતાની પાસબુક
- દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
બાગાયતી ની યોજના માટે અરજી કરવા માટેની તારીખો
આ યોજનામાં અરજી કરવાની શરૂઆત 18 /8/2024 ના રોજથી થઈ ચૂકી છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કેમકે હજુ તારીખ 30/ 9 /2024 સુધી આ યોજનામાં અરજી કરી શકો છો
બાગાયતી ની યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
જો તમારી પાસે ઉપર મુજબના દસ્તાવેજો હાજર છે તેમજ ઉપર દર્શાવેલી તમામ શરતોનું પાલન કરો છો તો તમને આ યોજનાનો લાભ મળશે પરંતુ એ પહેલા તમારે અરજી કરવી ફરજિયાત રહેશે તેથી નીચે પ્રમાણેની પ્રક્રિયાને અનુસરી અરજી કરી શકો છો
- સૌ પ્રથમ તમારે તમારા મોબાઇલમાં આઇ ખેડૂત પોર્ટલ ઓપન કરવાનું રહેશે
- હવે આઇ ખેડુત પોર્ટલ હોમપેજ પર તમને સૌથી ઉપર યોજનાઓ લખેલું દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમને અલગ અલગ ખેતી ના પ્રકારના આધારે યોજનાઓ દેખાશે અહીં તમારે બાગાયતી ની યોજના મા
- અહીં ક્લિક કરો તે વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- સૌથી નીચે મેન્ટેનન્સ અને આંતર પાક માટે ઇનપુટ ખર્ચ લખેલું દેખાશે તેના પર ક્લિક કરો
- હવે તમને આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી લખેલી દેખાશે અહીં સાઈડમાં અરજી કરો પર તમારે ક્લિક કરવાનું રહેશે
- હવે તમને આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ માહિતી મળશે આ માહિતી પ્રમાણે આગળ આજે પ્રક્રિયા કરો