જે પણ ખેડૂત છે તેમને ખબર જ હશે કે ખેતીમાં અવારનવાર પૈસાની જરૂર પડતી જ હોય છે પરંતુ ક્યારેક પૈસાની કમીને લીધે ખેડૂત સારી રીતે ખેતી કરી શકતો નથી અને સારો ઉત્પાદન મેળવી શકતો નથી. આ સમસ્યાના નિવારણ માટે જ સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024 ની જાહેરાત કરવામાં આવી છે. આ લેખમાં અમે તમને Kisan Credit Card Yojana વિષે સંપૂર્ણ માહિતી આપીશું.
તમે પણ સાવ ઓછા વ્યાજે લોન લેવા માંગતા હોય તો તમારા માટે કિસાન ક્રેડિટ કાર્ડ એક શાનદાર યોજના છે. આ યોજના હેઠળ ₹3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ શું છે
કેસીસી યોજના ખેડૂતો માટે જ બનાવવામાં આવી છે. આ યોજના દ્વારા દેશનું દરેક નાગરિક અન્ય લોન કરતાં ખૂબ જ ઓછા વ્યાજે લોન લઈ શકે છે જેથી ખેડૂત ને વધારે વ્યાજનો ભાર જીલવો ન પડે.
કેન્દ્ર સરકાર દ્વારા આમ તો ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવેલી હોય છે પરંતુ ખેડૂતોના હિત માટે ખાસ કરીને જ્યારે તેમની પરિસ્થિતિ ખરાબ હોય તેમના આર્થિક નાણાકીય સહાયતા આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે.
ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ મહિલાઓને મળશે મફત સંચો અહીં થી ફોર્મ ભરો
કિસાન ક્રેડિટ કાર્ડ નો ઉદેશ
કિસાન ક્રેડિટ કાર્ડનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારતના ખેડૂત અન્ય પ્રકારની લોન લઈ દેવા ની માયાજાળમાં ફસાઈ ન જાય તેથી કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના દ્વારા સરકાર ઓછા વ્યાજે ખેડૂતને આર્થિક સુવિધા પુરી પાડવાનું મુખ્ય ઉદ્દેશ છે.
કિસાન ક્રેડિટ કાર્ડના લાભો
- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આ યોજના હેઠળ લોન મેળવવી ખૂબ જ સરળ છે અને ઓછા વ્યાજે તમે લોન મેળવી શકો છો
- આ યોજના દ્વારા ખેડૂતોને સીધા DBT દ્વારા બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે. 50000 રૂપિયાથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ તમે સરળતાથી લોન મેળવી શકો છો અને નાણાકીય સહાય નો લાભ લઈ શકો છો
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની પાત્રતા
કોઈપણ જે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિમાં રોકાયેલ છે તે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે
- કિશન ક્રેડિટ કાર્ડ માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે
- જ્યારે મહત્તમ ઉંમર 75 વર્ષ હોવી જોઈએ
- લોન લેનાર એક વ્યક્તિ સીનીયર સીટીઝન હોય છે તો આ સાથે જ બીજો વ્યક્તિ કાનૂની વારસદાર હોવો જોઈએ
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટેના જરૂરી દસ્તાવેજો
તમે ખેડૂત છો અને ક્રેડિટ કાર્ડ ની સુવિધા મેળવવા માંગો છો તો નીચે પ્રમાણેના દસ્તાવેજો ની જરૂર પડશે
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- સરનામાનો પુરાવો
- આવકનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણપત્ર
- ખેતીના તમામ દસ્તાવેજો
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
જો તમે ખેડૂત છો અને કે ડબલ સી લેવા માંગો છો તો તેના માટે અરજી કરવાની એક ખૂબ સરળ રીત છે જે નીચે પ્રમાણે છે
- સૌપ્રથમ તમારે બેંકની ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે
- જ્યાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે
- અહીં તમને કિસાન ક્રેડિટ કાર્ડ લાગુ કરવાનો વિકલ્પ દેખાશે
- તમારે અહીં પૂછવામાં આવેલ તમામ વિગતો કાળજીપૂર્વક ભરવાની રહેશે
- આમાં તમારી પાસેથી નામ મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી પૂછવામાં આવશે
- પછી તમે સબમિટ બટન પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરી શકો છો
- અરજી પર પ્રક્રિયા કરવામાં ત્રણથી ચાર કામકાજના દિવસો લાગે છે
આ રીતે સરળતાથી તમે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના માટેનું ફોર્મ ભરી શકો છો
કઈ બેંકો કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓફર કરે છે?
ઘણી બેંકો છે જેના દ્વારા તમે કિસાન ક્રેડિટ કાર્ડ લોન લઈ શકો છો તમે state bank of india બેન્ક ઓફ ઇન્ડિયા એક્સિસ બેન્ક વગેરે દ્વારા ફિશન ક્રેડિટ કાર્ડ લોન મેળવી શકો છો
ખેડૂતો તમને જણાવી દઈએ કે આ કાર્ડ તમને પાંચ વર્ષ માટે આપવામાં આવે છે પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ તમે વ્યાજ જમા કરાવી આ કાર્ડ રીન્યુ કરાવી શકો છો
આ યોજના દ્વારા ખેડૂતો એકદમ નજીવા વ્યાજ દરે લોન મેળવી શકે છે અને તે પણ ખૂબ જ સરળતાથી તો ખેડૂત આજે જ લોન માટે એપ્લાય કરો અને પોતાના ખેતર અટકેલું ખેતી કામ શરૂ કરો અને ખૂબ જ પ્રગતિ કરો.