ગુજરાતના ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જેમાં ખેતીના સાધનોને ખરીદીથી લઈને વાહનો માટે પણ સબસીડી આપવામાં આવી રહી છે ત્યારે કિસાન પરિવહન યોજના શું છે અને તેમાં કઈ રીતે લાભ લઈ શકો છો તે જાણવા માટે આ આર્ટિકલ અંત સુધી વાંચો
સરકાર દ્વારા ખેડૂતોને યોજનાઓની માહિતી પહોંચાડવા અને ઓનલાઇન જાતે જ અરજી કરવા આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેની મદદથી તમે પણ જાતે જ ઓનલાઇન તમામ યોજનાઓની જાણકારી મેળવીને અરજી પણ કરી શકો છો
ખેડૂતો પાક ઉગાડે છે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે જોકે ઘણા ખેડૂતો માલવાહક વિકલ્પ પણ વાપરતા થયા છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2022 બહાર પાડવામાં આવી છે આવા વાહન ખરીદવા માટે સરકાર તરફથી સબસીડી આપવામાં આવે છે જેની અરજી ઓનલાઇન કરી શકાય છે
કિસાન પરિવહન યોજના નો લાભ kisan parivahan yojana gujarat
નાના સીમંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે
ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા 75000 બે માંથી ઓછું હોય તે આપવામાં આવશે
સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા રૂપિયા 50,000 બેમાંથી ઓછું હોય તે આપવામાં
કિસાન પરિવહન યોજનામાં સબસીડી કોને મળી શકે છે?
- આ યોજનાનો લાભ ગુજરાતના ખેડૂતોને મળી શકે છે
- ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ તથા પોતાની જમીનનું રેકોર્ડ અથવા 7/12 ના ઉતારા ની નકલ હોવી જોઈએ
- ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે
- જો એકવાર લાભ મળ્યો હોય તો ઓછામાં ઓછા પાંચ વર્ષ પછી બીજી વાર લાભ મેળવી શકે છે
કિસાન પરિવહન યોજના ની શરતો
- આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે
- ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાયસન્સ ધરાવતું હોવું જોઈએ
કિસાન પરિવહન યોજના માટેના જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- એસી અથવા એસટી કેટેગરીના ખેડૂત હોવ તો તેનું સર્ટિફિકેટ
- તમારી જમીનના સાતબાર
- લાઇસન્સ
- બેંક ખાતાની પાસબુક
- ટ્રાયબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકારી પત્રની નકલ
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતો હોય તો
- મોબાઈલ નંબર
કિસાન પરિવહન યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઘરે બેઠા જાતે જ ઓનલાઇન અરજી કરી શકે છે જે નીચે પ્રમાણે છે
- Google સર્ચ કરીને આઇ ખેડૂત પોર્ટલની વેબસાઈટ ખોલી અને તેમાં યોજના પર ક્લિક કરો
- યોજના પર ક્લિક કર્યા બાદ ખેતીવાડી યોજના ઉપર ક્લિક કરો
- ત્યારબાદ અનેક યોજનાઓ ખુલશે તેમાં કિસાન પરિવહન યોજના પર ક્લિક કરો
- યોજનાની માહિતી વાંચ્યા બાદ અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે
- જો પહેલાથી જ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને ન કર્યું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તે બાદ જ આગળની પ્રક્રિયા કરવાની રહેશે
- પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલ હોય તો જે તે દસ્તાવેજો સબમીટ કરાવીને એપ્લિકેશન સેવ કરવાનું રહેશે
- ફરીથી આખી અરજી વાંચીને એપ્લિકેશન કન્ફર્મ કરવાનું રહેશે જેની પ્રિન્ટ મેળવી લો
- જો તમે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
સરકાર દ્વારા ખેડૂતોને યોજનાઓની માહિતી પહોંચાડવા અને ઓનલાઇન જાતે જ અરજી કરી શકે તે માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેની મદદથી તમે જાતે જ ઓનલાઇન અરજી કરી શકો છો આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો