દરેક મહિલાઓને દરરોજ ₹250 મળશે સંપૂર્ણ માહિતી જાણો

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આ યોજના દ્વારા દરરોજ રૂપિયા 250 ની સહાય આપવામાં આવશે આ યોજના ફક્ત મહિલા માટે જ છે તો જે પણ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા હોય તેવો આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચશો તો તમને આ યોજના વિશેની બધી જ માહિતી મળી જશે

મહિલા વૃત્તિકા યોજના ની અંદર કઈ રીતે લાભ મળતા હોય છે તે અંગેની બધી માહિતી મેળવશું આ યોજનાની અંદર હાલ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો આપણે આ યોજનાની અંદર કઈ રીતે ફોર્મ ભરવું અને કઈ રીતે સહાય મળશે મહિલાઓને તે વિશેની સંપૂર્ણ માહિતી આપીશું

મહિલા વૃત્તિકા યોજના શું છે Mahila Vrutika Yojana

આ યોજનાની અંદર મહિલાઓને બાગાયતી પાકો વિશે માહિતી આપવામાં આવશે તે ઉપરાંત બાગાયતી પાકોને અનુલક્ષીને તાલીમ પણ આપવામાં આવશે તેમજ આ યોજના દ્વારા તાલીમ લેનાર મહિલાઓને નિયમ અનુસાર દરરોજ ના રૂપિયા 250 ની સરકારી સહાય પણ આપવામાં આવશે

મહિલા વૃત્તિકા યોજના ના નિયમો અને શરતો

  • આ યોજનાનો લાભ ફક્ત મહિલાઓ જ લઈ શકે છે
  • આ યોજના દ્વારા લાભ લેનાર મહિલા ને બે અથવા પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે
  • જ્યારે અરજી કરો છો ત્યારે તમે કેટલા દિવસની તાલીમ લેવા ઈચ્છો છો તે જણાવવાનું રહેશે
  • આ યોજના દ્વારા ટ્રેનિંગ રૂમમાં મહિલા તાલીમાર્થી ની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 રહેશે
  • આ યોજના હેઠળ તાલીમ લેનાર મહિલાઓને ફરજિયાત દરરોજ 7 કલાકની તાલીમ લેવી પડશે એ ફરજિયાત છે

મહિલા વૃત્તિકા યોજના માં મળતા લાભો Mahila Vrutika Yojana

  • મહિલા વૃત્તિકા યોજના દ્વારા લાભાર્થી મહિલા જેટલા દિવસની તાલીમ લે છે એટલા દિવસ માટે પ્રતિ એક દિવસના 250 રૂપિયા આપવામાં આવશે
  • આ યોજના દ્વારા દરેક કેટેગરીની મહિલાઓને લાભ મળશે

મહિલા વૃત્તિકા યોજના માટેની જરૂરી તારીખ

આ યોજનાની ફોર્મ ભરવાની શરૂઆત 22/07/2024 ના રોજ શરૂ કરવામાં આવશે અને 21/8 /2024 સુધી મહિલા વૃતિકા યોજના ના ફોર્મ ભરવાના ચાલુ રહેશે

મહિલા વૃત્તિકા યોજના માટેના જરૂરી દસ્તાવેજો

જો તમે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો નીચે પ્રમાણેના દસ્તાવેજો ની જરૂર પડશે

  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • લાભાર્થીની બેન્ક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ
  • રેશનકાર્ડ ઝેરોક્ષ
  • જો લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર

આ યોજનામાં અરજી કરવા માટે તમારે ઉપર દર્શાવેલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જે તમે સરળતાથી અરજી કરી શકો છો અરજી કરવી પણ બહુ જ સરળ છે

મહિલા વૃત્તિકા યોજના માં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

મહિલા વૃતિકા યોજનામાં અરજી કરવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 22 જુલાઈ 2024 ના રોજ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2024 છે ત્યાં સુધીમાં તમારે ઓનલાઇન અરજી કરી દેવાની રહેશે જે નીચે પ્રમાણે છે

  • અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આઇ ખેડૂત પોર્ટલ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
  • આઇ ખેડૂત પોર્ટલ ની અંદર વિવિધ યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરો અને ત્યારબાદ નવું ટેબ ખુલશે
  • ત્યારબાદ તમારે બાગાયતી યોજનાઓ પર ક્લિક કરવાનું છે અને તેની અંદર તમને તમામ પ્રકારની યોજનાઓ જે હાલમાં અરજી પ્રક્રિયા ચાલુ છે તે તમને દેખાશે
  • બાગાયતી યોજનાઓ ની અંદર સૌ પ્રથમ યોજના મહિલા વૃતિકા યોજના પર ક્લિક કરો ત્યારબાદ તે યોજનાની
  • તમામ વિગતો તમારી સામે આવી જશે અને સામેની બાજુ અરજી કરો પર ક્લિક કરો
  • અરજી કરો પર ક્લિક કર્યા બાદ જો તમે આઈ ખેડૂત પોર્ટલ અંદર રજીસ્ટર કરાવેલું હોય તો હા અને ના કરી હોય તો ના કરીને આગળ વધો ત્યારબાદ નવી અરજી કરો પર ક્લિક કરો
  • નવી અરજી પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખૂલે છે તે તમારે સંપૂર્ણ તમારી માહિતી ભરવાની રહેશે અને તે ફોર્મ ભર્યા બાદ તમે સેવ કરી અને તેને કન્ફર્મ કરવાનું રહેશે
  • ત્યાર પછી આ અરજીની પ્રિન્ટ કાઢી લો

આમ જો તમે આ યોજના દ્વારા આર્થિક લાભ મેળવવા ઈચ્છો છો તો છેલ્લી તારીખ પહેલા અરજી કરી દેજો

મહિલા વૃતિકા યોજના નું આ રીતે સરળ પ્રક્રિયાથી તમે ઓનલાઇન ફોર્મ ભરી શકો છો તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો ઉપર જણાવેલ માહિતી અનુસાર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને તમે નજીકના સાઇબર કેફે અથવા CSC સેન્ટરમાં જઈને પણ ફોર્મ ભરી શકો છો

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment