આ ચાર જિલ્લાના પશુપાલકોને મળશે લાભ પશુપાલકોને સરકાર આપશે 5000 હજારની સહાય

ગુજરાત સરકારે ગાય અને ભેંસની ઉત્પાદકતા વધારવા અને ટકાઉ દૂધ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે પશુપાલકો માટે એક મહત્ત્વપૂર્ણ યોજના અમલમાં મૂકી છે, જેમાં ઈન વીટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) ટેકનિકનો ઉપયોગ કરીને ગર્ભ ધારણ કરાવનાર પશુપાલકોને 5000 રૂપિયા સહાય આપવામાં આવશે.IVF ટેકનિક: વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળા પશુઓ માટે ડોનર માદા પશુઓના અંડકોષોનો લેબોરેટરીમાં ફલિનીકરણ. pashupalan yojana gujarat 2024 list

સરકારી સહાય:

IVF માટે 24,780 રૂપિયા ખર્ચ સામે વિવિધ સ્ત્રોતોથી (કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને GCMMF) 19,780 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેના કારણે પશુપાલકને ફક્ત 5000 રૂપિયાનો જ ખર્ચ રહેશે.

પ્રથમ તબક્કો:

બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લામાં પ્રાયોગિક તબક્કે અમલમાં.
વિસ્તાર: માંગ અને જરૂરિયાત પ્રમાણે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ યોજના વિસ્તૃત થશે.
ટેકનોલોજીનો ફાયદો: સામાન્ય માદા પશુ દર વર્ષે એક બચ્ચા આપે છે, જ્યારે IVF ટેકનિકથી 20 જેટલા બચ્ચા પ્રાપ્ત કરી શકાય છે.

વધારાની સબસિડી:

IVF માટે ભારત સરકારની યોજના હેઠળ 5000, જિલ્લા સહકારી સંઘ અને GCMMF દ્વારા કુલ 9,780 રૂપિયાની સહાય.
આ યોજના રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત શરૂ કરાઈ છે, અને તેનો મુખ્ય હેતુ પશુપાલકોને વધુ આર્થિક લાભ અપાવી તેઓને આત્મનિર્ભર બનાવવાનો છે.

Leave a Comment