કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે જે હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી ખાતરીપૂર્વક પેન્શન મળે કેન્દ્રીય કેબિનેટે શનિવારે આ નિર્ણયને મંજૂરી આપી હતી. જાણો શું છે આ સ્કીમ અને તેનાથી સરકારી કર્મચારીઓને શું ફાયદો થશે? કોણ તેનો લાભ લઈ શકે છે
સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરતા કેન્દ્ર સરકારી યુનીફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ એ શનિવારે આ માહિતી આપી હતી આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓની નવી પેન્શન યોજના એનપીએસ માં સુધારાની લાંબા સમયથી માંગતી હવે આ માંગને પૂર્ણ કરતા સરકારી યુનિફાઇડ પેન્શન સ્કીમની જાહેરાત કરી છે કેબિનેટ ના નિર્ણયો વિશે માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા ને કહ્યું સરકારી કર્મચારીઓ તરફથી એનપીએસ માં સુધારાની માંગ કરવામાં આવી છે પીએમ નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2023 માં ટીવી સેમ નાથનના નેતૃત્વમાં અંગે એક સમિતિની રચના કરી હતી જેસીએમ સહિત વ્યાપક બરાબર અને ચર્ચા કર્યા બાદ સમિતિએ ઇન્ટીગ્રેટેડ પેન્શન સ્કીમની ભલામણ કરી હતી. આજે કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી દીધી છે
યુનિફાઇડ પેન્શન યોજના શું છે?
તમને જણાવી દઈએ કે યુનિફાઇડ પેન્શન સ્કીમ એટલે કે ઇન્ટીગ્રેટેડ પેન્શન સ્કીમ સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ છે આ અંતર્ગત કર્મચારીઓને નિવૃત્તિ પછી ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવશે આ રકમ નિવૃત્તિ પહેલા ના 12 મહિનાના સરેરાશ મૂળભૂત પગારના 50% હશે
કર્મચારીઓ 25 વર્ષની સેવા પછી આ પેન્શન મેળવવા માટે હકદાર બનશે તે જ સમયે જો કોઈ પેન્શનર મૃત્યુ પામે છે તો તેના પરિવારને તે સમય સુધી જ પેન્શન મળતું હતું તેના 60% મળશે આ સિવાય જો કર્મચારીની સેવા 25 વર્ષથી ઓછી અને દસ વર્ષથી વધુ હોય તો પેન્શન ની રકમ પ્રમાણસર ફાળવવાના આધારે નક્કી કરવામાં આવશે મહત્વનું પાસું એ છે કે કર્મચારીઓના કામકાજના વર્ષોની ધ્યાનમાં લીધા વિના તેના પેન્શનની લઘુતમ રકમ 10,000 રૂપિયાથી ઓછી નહીં હોય
યુપીએસ સાથે કોણ જોડાય શકે?
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની ન્યુ પેન્શન સ્કીમ માં રહેવા અથવા યુનિફાઇડ પેન્શન સ્કીમમાં જોડાવાનો નિર્ણય કરવાનો અધિકાર હશે તેમણે એમ પણ કહ્યું છે કે આ તે તમામ લોકોને લાગુ પડશે જેવો 2004 થી એનપીએસ હેઠળ પહેલાથી જ નિવૃત્ત થયા છે
જોકે નવી યોજના એક એપ્રિલ 2025 થી અમલમાં આવશે તે તમામ લોકો કે જેઓ તેની શરૂઆતથી એનપીએસ હેઠળ નિવૃત્ત થયા છે અને તેઓ 31 માર્ચ 2025 સુધી નિવૃત્ત થવાના છે તેઓ પણ યુપીએસના આ તમામ લાભો માટે પાત્ર બનશે તેઓએ જે પણ નાણા ઉપાડ્યા છે તેને સમાયોજિત કર્યા પછી તેઓને બાકી રકમ મળશે
યુનિફાઇડ પેન્શન સ્કીમ વિશે 10 મહત્વની બાબતો
- કેન્દ્ર સરકારની કેબિનેટમાં મંજૂર કરાયેલુંનીફાઇડ પેન્શન સ્કીમ એક એપ્રિલ 2025 થી લાગુ થશે યુપીએસ હેઠળ સરકારે સરકારી કંપનીઓ માટે પગારના 50% પેન્શન તરીકે સુનિશ્ચિત કર્યું છે
- નવી યોજના મુજબ સરકારી કર્મચારીઓ 25 વર્ષની લઘુત્તમ લાયકાતવાળી સેવા માટે નિવૃત્તિ પહેલા ના છેલ્લા 12 મહિનામાં લેવામાં આવેલા સરેરાશ મૂળભૂત પગારના 50% પેન્શન તરીકે મેળવવા માટે પાત્ર બનશે યુપીએ યોજના હેઠળ નિશ્ચિત કુટુંબ પેન્શન માટે કર્મચારીના પેન્શનના ૬૦ ટકા તેમના મૃત્યુ પહેલા તરત જ ઉપાડી શકાય છે
- આ યોજના હેઠળ નિશ્ચિત લઘુતમ પેન્શન ના કિસ્સામાં સરકારી કર્મચારી ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પછી નિવૃત્તિ પર દર મહિને ₹10,000 મેળવવા માટે પાત્ર બનશે નવી પેન્શન યોજનામાં ફેરફાર માટે સરકારી કર્મચારીઓની વ્યાપક માંગને ધ્યાનમાં રાખીને સંકલિત પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે
એન પી એસ એ 2000 ના દાયકાની શરૂઆતમાં અમલમાં મુકવામાં આવ્યું હતું તેની ખાતરીપૂર્વક ની પેન્શન ની રકમ ન આપવા બદલ ટીકા કરવામાં આવી હતી જેના કારણે ઘણા કર્મચારીઓ નિવૃત્તિ પછી તેમની નાણાકીય સુરક્ષા વિશે અનિશ્ચિત હતા - કર્મચારીઓ દ્વારા નવી પેન્શન યોજનામાં કેટલાક ફેરફારોની માંગ કરવામાં આવી હતી અને ધ્યાનમાં રાખીને મોદીએ કેબિનેટ સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની પણ રચના કરી હતી
- અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ સમિતિ વિવિધ સંસ્થાઓ અને લગભગ તમામ રાજ્યો સાથે 100 થી વધુ બેઠકો યોજી હતી જે બાદ આ પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી
- અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે યુપીએસ પાંચ મુખ્ય તત્વ પર બનાવેલ છે પહેલો અને સૌથી મહત્વનો આધાર સ્તંભ એશ્યોર્ડ યોડ પેન્શન છે જે નિવૃત્તિ પછીની બાંહેધરી કૃત આવક માટેની સરકારી કર્મચારીઓની પ્રાથમિક માંગને સીધી રીતે સંબોધે છે અન્ય આધાર સ્તંભો જેમાં એશ્યોર્ડ ફેમિલી પેન્શન અને એશ્યોર્ડ ન્યુનતમ પેન્શન નો સમાવેશ થાય છે તે સ્કીમ દ્વારા પૂરી પાડવામાં આવતી નાણાકીય સુરક્ષા ને વધારે છે
- નવી યોજના હેઠળ નિવૃત્તિ લોકોને નિવૃત્તિ પહેલાની સેવાના છેલ્લા 12 મહિના થી તેમના સરેરાશ મૂળભૂત પગારના 50% પેન્શન મળશે આ લાભ લેવા માટે લોકો રચાયેલા છે જેમણે ઓછામાં ઓછા 25 વર્ષની સેવા પૂર્ણ કરી છે 25 વર્ષથી ઓછી પરંતુ 10 વર્ષથી વધુ સેવા ધરાવતા કર્મચારીઓ માટે પેન્શન સેવાની લંબાઈના પ્રમાણમાં હશે
- કર્મચારીના મૃત્યુની સ્થિતિમાં તેના પરિવારને પેન્શન મળશે જે તેના મૃત્યુ પહેલા કર્મચારીને મળતા પેન્શનના ૬૦ ટકા હશે આ જોગવાઈ કર્મચારીના આશ્રિતો માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે
- આ સ્કીમ દર મહિને 10000 રૂપિયાના ન્યુનતમ પેન્શન ની બાંહેધરી પણ આપે છે જો કર્મચારીએ ઓછામાં ઓછા દસ વર્ષ સેવા આપી હોય આ માપ ખાસ કરીને ઓછા પગારવાળા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે જેવો નિવૃત્તિ પછી ફુગાવો અને નાણાકીય અનિશ્ચિતતાઓ નો સામનો કરે છે
UPS કર્મચારીઓની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરશે પીએમ મોદી
યુ પી એસ ની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની પ્રગતિ માટે સખત મહેનત કરનાર તમામ સરકારી કર્મચારીઓ પર અમને ગર્વ છે યુનિફાઇડ પેન્શન સ્કીમ આ કર્મચારીઓની ગરિમા અને નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા જઈ રહી છે આ પગલું તેમના કલ્યાણ અને સુરક્ષિત ભવિષ્ય માટે અમારી સરકારની પ્રતિભત્તા ને દર્શાવે છે
આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો