પંપ સેટ્સ ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે પંપ સેટ્સ યોજનાની અંદર ખેડૂતોને કુલ રૂપિયા 33,525 સુધી સબસીડી સહાય આપવામાં આવશે
સબમર્સીબલ પંપ જે ઇલેક્ટ્રીક મોટર અને ડીઝલ એન્જિન થી ચાલતા હોય છે જેને પાણીની સિંચાઈ માટે ખેડૂતો જમીનની સિંચાઈ કરવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે તે પ્રકારની મોટરો એટલે કે પંપ સેટ્સ કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવેલી છે અને આ યોજનાની અંદર હાલ ફોર્મ ભરવાના ચાલુ છે
પંપ સેટ્સ યોજના 2024
- ખેડૂત મિત્રો તમારે જો રીઝલ્ટ ઇલેક્ટ્રીક કે સબમર્સીબલ પંપ સેટ ખરીદવા હોય તો તેની અંદર સહાય આપવામાં આવશે સરકાર તરફથી તેની અંદર સબસીડી આપવામાં આવતી હોય છે જેની અંદર ખેડૂતોએ મહત્તમ 10
- એચપી સુધીનો પંપ સેટ ખરીદી શકે છે
- પંપ સેટ્સ યોજના દ્વારા મળવા પાત્ર સહાય
સામાન્ય ખેડૂતો માટે ઈલેક્ટ્રીક મોટર 3 એચપી સુધીની ખરીદવા ઉપરના ખર્ચના 75% અથવા ₹8,600 જે બંનેમાંથી ઓછું હશે તે અને પાંચ એચપી માટેના ખર્ચના 75% અથવા રૂપિયા 9,750 જે બે માંથી ઓછું હશે તે 7.5 hp ની મોટર ખર્ચના 75% અથવા રૂપિયા 12900 તેમાં પણ જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે
સબમર્સીબલ પંપ સેટ સામાન્ય ખેડૂતો માટે ત્રણ એચપીજી ખરીદી ઉપર 75% અથવા 15,750 દરેક ઉપર જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે તે પ્રમાણે પાંચ એચપીમાં 75% અથવા રૂપિયા 22,350 7.5 hp માં ખર્ચના 75% અથવા રૂપિયા 27,995 10 hp માં ખર્ચના 75% અથવા રૂપિયા 33,525 આ બંને પ્રમાણે જે ઓછું છે તે મળવા પાત્ર રહેશે
ઓઇલ એન્જિન સામાન્ય ખેડૂતો માટે મશીનની ખરીદી માટે ત્રણથી ત્રણ પોઇન્ટ પાંચ એચપીમાં ખર્ચના 75% અથવા રૂપિયા 8,700 જે બેમાંથી ઓછું છે તે પ્રમાણે મળશે નીચે પણ પાંચ એચપી માટે ખર્ચના 75% અથવા ₹12,000 7.5 થી 8 hp માં ખર્ચના 75% અથવા રૂપિયા 13,5 10hp માં ખર્ચના 75% અથવા રૂપિયા 13,875 જે બંને માંથી ઓછું છે તે મળવા પાત્ર રહેશે
પંપ સેટ્સ ખેતીવાડી યોજના
- આ રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે મહત્તમ રૂપિયા 33,525 સુધીની સહાય આપવામાં આવતી હોય છે
- ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાની અંદર અરજીઓ શરૂ કરવામાં આવેલી છે અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે જેમાં તમારે 30 તારીખ પહેલા અરજી કરી લેવાની રહેશે
- ખેતીવાડી વિભાગની અંદર ઘણા બધા પ્રકારની અરજીઓ હાલમાં ખુલ્લી છે જેની અંદર તમે અરજી કરી શકો છો અને તેની અંદર સંપૂર્ણ વિગતવાર માહિતી વાંચી અને તમે ફોર્મ ભરી શકો છો
પંપ સેટ્સ સહાય યોજના ની કાર્ય સૂચિ
પંપ સેટ સહાય યોજના ખેડૂતો માટે બહાર પાડેલ છે રાજ્યમાં પંપ સેટ સહાય યોજના ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વડે અને વધુ ઉત્પાદન મેળવીને સારી કમાણી કરી શકે તે અત્યંત જરૂરી છે બાગાયતી પાકોમાં પાણીના પંપ દ્વારા પાક કે છોડને પાણી પાઈ શકે તે માટે આ સાધન સહાય આપવામાં આવે છે
પંપ સેટ્સ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- ખેડૂતની જમીનની 7/12 ની
- જો ખેડૂત એસટી જ્ઞાતિનું હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત એસ.સી જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડ
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા નું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાયબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્ર
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- ખેતીના 7/12 અને 8 અ જમીનમાં સંયુક્ત ખાતેદાર નાયક કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિ પત્રક
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
પંપ સેટ્સ સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
હવે ખેડૂતો પંપ સેટ સહાય યોજના માટે ઓનલાઈન અરજી ઘરે બેઠા જાતે પણ કરી શકે છે તથા ગ્રામ પંચાયત ખાતેથી દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકે છે
પંપ સેટ સહાય યોજના ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે નીચે પ્રમાણે છે
- સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલમાં પંપ સેટ સહાય યોજના વેબસાઈટ પર જાઓ
- આઇ ખેડુત ખોલ્યા બાદ પમ્પ સેટ સહાય યોજના પર ક્લિક કરો
- તેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર ત્રણ પર બાગાયતી યોજનાઓ ખોલો
- બાગાયતી યોજનાઓ ખોલ્યા પછી જેવી વિવિધ બાગાયતી યોજનાઓ બતાવશે
- જેમાં ડીઝલ ઈલેક્ટ્રીક પેટ્રોલ પંપ સેટ માં અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
- ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને ન કર્યું હોય તો ના કરવાનું રહેશે
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા કોડ નાખીને અરજી કરવાની રહેશે
- લાભાર્થી એ આઇ ખેડુત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
- લાભાર્થી ખેડૂતને ઓનલાઇન અરજી સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ
- અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની ખાસ નોંધ લેવી
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી લેવી
- ખેડૂતો દ્વારા પ્રિન્ટ મેળવ્યા બાદ સહી સિક્કા કરાવવાના રહેશે
- ત્યારબાદ આઇ ખેડૂત પોર્ટલ પર માંગ્યા મુજબ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
આ માહિતી અમે ખેડૂતોને મળતા લાભોની ઉજાગર કરવા માટે આપીએ છીએ જો આવી માહિતી ગમી હોય તો અને આવી માહિતી મેળવવા માગતા હોય તો અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો