ગુજરાતને મળી શકે છે વધુ 3 નવા જિલ્લા, જુઓ કોનો કોનો સમાવેશ થાય છે રાજ્યને 11 વર્ષ પછી વધુ નવા જિલ્લાઓ મળી શકવાની પુનઃરચના માટે સરકારમાં વિચારણા શરૂ થઈ છે જેમાં વધારે ત્રણ જિલ્લાઓ રાજ્યને મળી શકે તેવી શક્યતાઓ જોવા મળી હતી
મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યની વધારે 3 જિલ્લાઓ મળી શકે તેવી ચર્ચા વિચારણા થઈ રહી છે છેલ્લે 2013માં રાજ્ય સરકારે 7 નવા જિલ્લા જાહેર કર્યા હતા જેના 11 વર્ષ બાદ ફરી એક વખત આ ચર્ચા જોવા મળી રહી છે
36 જિલ્લા અસ્તિત્વમાં
- જેમાં બનાસકાંઠા કચ્છ અને પાટણમાંથી રાધનપુર અથવા થરાદ નવો જિલ્લો બની શકે છે
- તે ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જીલ્લો બની શકે છે
- મહેસાણા અને ગાંધીનગરના કેટલાક ભાગ ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે તેવી વાતો થઈ રહી છે
- ત્યારે જુઓ આમાંથી જિલ્લાઓની પસંદગી કરવામાં આવતા વધુ નવા 3 જિલ્લા બને તો ગુજરાતમાં 36 જિલ્લા અસ્તિત્વમાં આવશે
- ગુજરાત સરકાર દ્વારા નવા જિલ્લાઓ છેલ્લે વર્ષ 2013માં જાહેર કરવામાં આવ્યા હતા
- જેમાં અરવલ્લી ગીર સોમનાથ બોટાદ છોટાઉદેપુર મહીસાગર મોરબી અને દેવભૂમિ દ્વારકા ને નવા જિલ્લાઓ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા
તે ઉપરાંત ગીરગઢડા જુનાગઢ સીટી લાખણી ગોજારીયા જેસર ખેરગામ શંખેશ્વર સરસ્વતી વાપી વદઈ જોટાણા નેત્રંગ સુઈગામ થાનગઢ ધોલેરા વિંછીયા ફાગવેલ ગલતેશ્વર બોડેલી પોશીના સંજેલી સુબીરને નવા તાલુકાઓ તરીકે પણ જાહેર કરાયા હતા
આવી રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ અને અમારી વેબસાઈટની મુલાકાત લો