મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો, 15 હજારના બદલે 25 હજાર અપાશે પગાર રાજ્ય સરકારે દિવાળી પહેલા મધ્યાહન ભોજનના 11 મહિના કરાર આધારિત સુપરવાઇઝરના પગારમાં વધારો કરીને ભેટ આપી છે જેમાં હવેથી સુપરવાઇઝરને 15,000 ને બદલે 25000 પગાર કર્યો છે
તાલુકા કક્ષાએ પીએમ પોષણ એટલે કે મધ્યાન ભોજન યોજના હેઠળ કરાર પર રહેલા એમડીએમ સુપરવાઇઝરને પગાર વધારાનો લાભ આવતા મહિનેથી મળશે
આજે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં મધ્યાહન ભોજનના સુપરવાઇઝરના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં કરાર આધારિત મધ્યાન ભોજન સુપરવાઇઝરના માસિક વેતન રૂપિયા 25,000 કરવામાં આવ્યા છે સુપરવાઇઝરને અગાઉ રૂપિયા 15000 માસિક વેતન અપાતું હતું
ત્યારે આ પરિપત્ર જાહેર થતાં રાજ્યના તમામ મધ્યાન ભોજન ના સુપરવાઇઝરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તમામ સુપરવાઇઝરોને 15000 વેતન આપવામાં આવતું હતું ત્યારે હવે 10,000 નું વધારો આવતા તમામ સુપરવાઇઝરો ની દિવાળી સુધરી ગઈ છે
રાજ્ય સરકારે તાજેતરમાં જ વિવિધ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓ ના પે-સ્કેલનું રિવિઝન કર્યું છે તેમાં જુદા જુદા ખાતાઓના કરાર આધારિત સરકારી કર્મચારીઓના પગારમાં સીધો 20% થી લઈને 30 ટકાનું વધારો આપવામાં આવ્યો છે આજ સંદર્ભને ધ્યાનમાં રાખીને ભોજન નિરીક્ષકોના પગારમાં પણ રાજ્ય સરકારે નોંધપાત્ર પગાર વધારો કરવાનો નિર્ણય લીધો છે તેના લીધે મધ્યાહન ભોજન નિરીક્ષકો માનંદની લાગણી વ્યાપી રહી છે તેઓને કહેવું એ છે કે હાશ હવે અમારો પગાર અમારા ખર્ચને પૂરા કરવાની નજીક પહોંચ્યો છે જોકે હજી પણ પગાર તો પૂરો પડતો નથી છતાં પણ હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખતા સરકારી લીધેલું પગલું પ્રસન્ન્ય છે
હવે મળશે 25000 પગાર
પીએમ પોષણ મધ્યાન ભોજન યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 મહિનાના કરાર આધારિત એમડીએમ સુપરવાઇઝર નું મહિને પગાર 15,000 થી વધારી 25000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે આ વધારો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે
કરાર આધારિત ભરતી પણ કરાશે
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ પોષણ મધ્યાહન ભોજન એમડીએમ સુપરવાઇઝર ની કુલ 310 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવામાં આવશે નવી ભરતી થયેલા લોકોને પણ દર મહિને 25000 નું વેતન મળશે
આમ મધ્યાહન ભોજન ના સુપરવાઇઝરના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે એમડીએમ સુપરવાઇઝરના વેતનમાં વધારો કરવા માટે અગાઉ દરખાસ્ત કરવામાં આવી હતી ત્યારે આ બાબત સરકાર દ્વારા વધારો આપવામાં આવતા સુપરવાઇઝરો ની દિવાળી સુધરી ગઈ હતી આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો