ગુજરાતની શાળાઓમાં ક્યારથી પડશે દિવાળી વેકેશન? સરકારે કરી મોટી જાહેરાત

ગુજરાતની શાળાઓમાં ક્યારથી પડશે દિવાળી વેકેશન? સરકારે કરી મોટી જાહેરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી છે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન રહેશે

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી છે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન રહેશે

તમામ શિક્ષણાધિકારીઓ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને જાણ કરવામાં આવી

  • તમને જણાવી દઈએ કે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આગામી 28 ઓક્ટોબર થી દિવાળી વેકેશન પડશે
  • શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી શરૂ થશે અને 17 નવેમ્બર સુધી ચાલુ રહેશે
  • કુલ 21 દિવસ સુધી દિવાળીનું વેકેશન રહેશે
  • ત્યારે આ મામલે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પણ પરિપત્ર આપીને જાણ કરી દેવામાં આવી છે અને સાથે જ તમામ શિક્ષણાધિકારીઓ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પણ વિભાગ દ્વારા પરિપત્ર મોકલીને જાણ કરવામાં આવી છે

મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો, 15 હજારના બદલે 25 હજાર અપાશે પગાર

ગઈકાલે જ શિક્ષણ બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

  • આ સાથે જ તમને જણાવી દઈએ કે ગઈકાલે જ રાજ્યના શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો
  • જે મુજબ આગામી 27 ફેબ્રુઆરી 2025 થી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે અને 13 માર્ચ 2025 સુધી બોર્ડની પરીક્ષાઓ ચાલશે
  • GSHSEB બોર્ડે આ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો

14 ઓક્ટોબર થી રાજ્યમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી શરૂ

  • 14 ઓક્ટોબર થી રાજ્યમાં ધોરણ નવ થી 12 ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી શરૂ થઈ ચૂકી છે અને આગામી 23 ઓક્ટોબર સુધી ચાલશે
  • જેમાં અંદાજે 30 લાખ વિદ્યાર્થીઓ પ્રથમ કસોટી આપશે જોકે પરીક્ષા પૂર્ણ થયા બાદ 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તેથી પરીક્ષા પૂર્ણ થયા બાદ 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થશે

21 દિવસનું દિવાળી વેકેશન

રાજ્ય શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને શાળાઓમાં દિવાળી વેકેશન અંગેની જાણકારી આપી છે આમ દિવાળી વેકેશન 28 ઓક્ટોબર થી 17 નવેમ્બર સુધી એટલે કે કુલ 21 દિવસનું રહેશે

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રોમાં દિવાળી વેકેશનની તારીખ માં જો કોઈ પ્રકારે ફેરફાર જણાશે તો તેને લઈને અલગથી સૂચના આપવામાં આવશે

આમ દિવાળીના તહેવારને શરૂ થવામાં આવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે તે પહેલા જ આજે રાજ્યના શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે અને રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી દીધી છે આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment