રાજ્યના ખેડૂતોને વિનામૂલ્યે 200 લીટર નું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લીટર ના બે પ્લાસ્ટિકના ટબની કીટ વિનામૂલ્ય આપવામાં આવશે આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારક કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે Free plastic drum and tub yojana online
ગુજરાત રાજ્ય પોર્ટલ માય ખેડૂત પોર્ટલ પર ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાની ઓનલાઇન અરજીઓ થાય છે રાજ્યના ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન પોતાની ગ્રામ પંચાયત મારફતે કરાવી શકે છે આઇ ખેડુત પર નોંધણી કરાવ્યા બાદ ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતી યોજનાઓ તથા મત્સ્ય પાલન ની યોજનાઓનો લાભ લઇ શકે છે
કૈલાશ માનસરોવર યોજના હેઠળ મળશે 50000 રૂપિયાની ફરવા માટે સહાય
Free plastic drum and tub yojana online યોજનાનો હેતુ
રાજ્યના ખેડૂતોને વિવિધ ઉપયોગ માટે સીધી સાધન સહાય આપવામાં આવશે જેથી લાભાર્થી ખેડૂતો લાભ લઈને ખેતીની લાયકો વધારી શકે છે ખેડૂત યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ડબ વિનામૂલ્ય આપવામાં આવશે
Free plastic drum and tub yojana online ખેડૂત નોંધણી માટેની પાત્રતા
આ યોજના અનન્વયે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
આ યોજના માટે લાભાર્થી પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ તથા જમીન નોંધણી પ્રમાણપત્ર હોવું જોઈએ
યોજના માટેના જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- જમીનના સાતબાર અને આઠ અ ની નકલ
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ નું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- દિવ્યાંગ હોય તો દિવ્યાંગ હોવાનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર
- વન અધિકારી પત્રની નકલ (લાગુ પડતું હોય તો)
Free plastic drum and tub yojana online અરજી કેવી રીતે કરવી
ડ્રમ અને બે પ્લાસ્ટિક વિના મૂલ્ય મેળવવા માટે ખેડૂતોએ આઇ ખેડુત ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે આ ઓનલાઇન અરજી વિવિધ જગ્યાએથી કરી શકાય છે
- ખેડૂતલક્ષી યોજનાઓ ની અરજી કરવા માટે ગ્રામ કક્ષાએ વીસીએ મારફતે કરી શકાય
- આ યોજનાની ઓનલાઇન માટે શહેરમાં કે ગ્રામ વિસ્તારમાં ઓનલાઈનની કામગીરી કરતા હોય એમની પાસેથી પણ કરી શકાય છે
- આ યોજનાની ઓનલાઇન અરજી માટે જો જાણકારી હોય તો ઘરેથી પણ કરી શકાય છે
- આઇ ખેડૂત પોર્ટલ પર સ્ટેપ બાય સ્ટેપ અરજી
કિસાનોની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે જેના માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આઇ ખેડુત વેબ પોર્ટલ બનાવેલ છે આ પોર્ટલ એગ્રીકલ્ચર ફાર્મસી કો ઓપરેશન ડિપાર્ટમેન્ટ થાકી બનાવેલ છે વિવિધ ખેડૂતોની સરકારી યોજનાઓની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી તેની વિગતો નીચે પ્રમાણે છે
- સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલની વેબસાઈટ પર જાઓ
- ઉપર મુજબ સ્ક્રીન ખુલશે જેમાં યોજનાઓ પર ક્લિક કરો
- જેમાં વધારાનું નવું પેજ યોજનાઓ માટે સંપર્ક ખુલશે જેની નોંધ કરીને ક્લોઝ કરવાનું રહેશે
- ત્યારબાદ ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે
- જેમાં પરિણામે સ્વરુપે પ્રથમ ક્રમાંક પર ડ્રમ તેમજ બે પ્લાસ્ટિક ટબ નામની યોજના હશે. જેમાં અરજી કરો તેના પર ક્લિક કરો
- હવે ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબની યોજના ખુલશે જ્યાં તમે રજીસ્ટર અરજદાર છો જો હોય તો હા અને ન હોય તો ના આપીને આગળ ની માહિતી ભરવાની રહેશે
- તમે રજીસ્ટર અરજદાર હાથ સિલેક્ટ કરતા આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને આગળની વિગતો ભરવાની રહેશે
- જો ના પસંદ કરવામાં આવે તો નવી અરજી કરવા માટે ક્લિક કરો પર ક્લિક કરો
- જેમાં અરજદારનું નામ સરનામું બેન્ક ખાતાની વિગતો રેશનકાર્ડ ની વિગતો આઇ ખેડુત સાતબાર વગેરે તમામ માહિતી ભરીને અરજી સેવ કરો પર ક્લિક કરવાનું રહેશે
- અરજી સેવ કર્યા બાદ જો અરજીમાં સુધારા વધારા કરવાના હોય તો અરજી અપડેટ કરવા ક્લિક કરો પર જવાનું રહેશે
- લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સાચી માહિતી હોય તો જ અરજી કન્ફોર્મ કરવા પર ક્લિક કરો
- એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તે અરજી નંબર સુધારા કે વધારા થશે નહીં
- અરજી કન્ફર્મ થયા બાદ લાભાર્થી ખેડૂત દ્વારા અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે
- અરજીની પ્રિન્ટ લેવી ફરજીયાત છે ઓનલાઇન અરજી ની પ્રિન્ટ કાઢીને લાભાર્થીએ સહી સિક્કા કરી અરજી પર દર્શાવેલ કચેરીના સરનામે અરજી કર્યાની તારીખ દિન સાતમાં રજૂ કરવાની રહેશે
- આઇ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કર્યા બાદ જો ખેડૂત લાભાર્થી કચેરીમાં રૂબરૂ આપવા ન જવું હોય તો પ્રિન્ટ પર લાભિકા કર્યા બાદ અરજીની પ્રિન્ટ ની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો પર ક્લિક કરીને અપલોડ કરવાના રહેશે
- લાભાર્થી અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો પરથી બીજા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે
- સ્કેન કરેલ નકલ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવી તેની સાઈઝ 200 કે બીજી વધવી જોઈએ નહીં
હું આશા રાખું છું કે મારો આર્ટીકલ તમને ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને બીજી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.