SBI સેવિંગ ખાતામાં રાખવું પડશે આટલું બેલેન્સ નહીંતર થશે મોટું નુકસાન

SBI સેવિંગ ખાતામાં રાખવું પડશે આટલું બેલેન્સ નહીંતર થશે મોટું નુકસાન State bank of india ના સામાન્ય બચત ખાતામાં લઘુતમ માસિક બેલેન્સ જાળવવું ફરજિયાત છે જો તમે એસબીઆઇ ખાતામાં મિનિમમ બેલેન્સ નહી રાખો તો તમારા ખાતામાંથી પૈસા કપાશે જો લઘુતમ બેલેન્સ જાળવવામાં ન આવે તો એસબીઆઇ બેન્ક આપમેળે ખાતામાંથી ચાર્જ કાપી લે છે ચાર્જ કપાત અંગેની આવી જ ફરિયાદ એક એસબીઆઇ ગ્રાહક દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી જેના જવાબમાં એસબીઆઇ લઘુતમ બેલેન્સ ન રાખવા બદલ ચાર્જ શેર કર્યા હતા તો ચાલો આ આર્ટીકલ દ્વારા જાણીએ કે એસબીઆઇ બેન્ક કેટલો ચાર્જ લગાવે છે

એકાઉન્ટ્સ પર આધાર રાખીને વિવિધ મર્યાદા

તમામ પ્રકારના એસબીઆઇ ખાતાઓમાં જાળવવાની લઘુત્તમ રકમ હોય છે પરંતુ તે દરેક ખાતામાં બદલાય છે મેટ્રો શહેરી અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં sbi ની શાખાઓ માટે લઘુતમ રકમની મર્યાદા અલગ છે જોકે પગાર ખાતા પર લઘુતમ બેલેન્સ જાળવવાની કોઈ જવાબદારી નથી

લઘુતમ સંતુલન

  • મેટ્રો અને શહેરી શાખાઓમાં લઘુતમ બેલેન્સ – ₹3,000
  • અર્ધ શહેરી શાખાઓમાં લઘુતમ બેલેન્સ – ₹2000
  • ગ્રામીણ વિસ્તારની શાખાઓમાં – ₹1000

શહેરોમા મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ ચાર્જ

લઘુતમ બેલેન્સ ન રાખવા માટે શોર્ટ બેલેન્સ ચાર્જીસ

  • 50% થી ઓછું રૂ. 10 + GST
  • 50 થી 75% રૂ. 12 + GST
  • 75% થી ઉપર રૂ. 15 + GST

અર્ધ શહેરી શહેરોમાં લઘુતમ સંતુલન જાળવવા માટે નો ચાર્જ

મિનિમમ બેલેન્સ ન રાખવા માટે ચાર્જ

  • 50% થી ઓછું રૂ. 7.5 + GST
  • 50 થી 75% રૂ. 10 + GST
  • 75% થી વધુ રૂ. 12 + GST

ગ્રામીણ એસબીઆઇ શાખામાં લઘુતમ સંતુલન ન રાખવા બદલ ચાર્જ

મિનિમમ બેલેન્સ ન રાખવા માટે નો ચાર્જ

  • 50% થી ઓછું રૂ. 5 + GST
  • 50 થી 75% રૂ. 7.5 + GST
  • 75% થી ઉપર રૂ. 10 + GST

આ ઉપર દર્શાવેલ માહિતી અનુસાર જો તમે એસબીઆઇ ખાતામાં બેલેન્સ નહીં રાખો તો તમારા ખાતામાંથી પૈસા કપાસે આવી રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને મારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment