ખેડૂતો માટે ખુશી ના સમાચાર સરકારની પાક નુકસાન સહાય જાહેર ,મળશે વધુમાં વધુ 22,000/- ની સહાય

ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા અનુરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં જગત ના, તાત ને આર્થિક નુકસાની માં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ₹350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે Pak vima yojana gujarat online registration

ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપત્તિ સમયે ભારત અને ગુજરાત સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકસાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે

ખેડૂતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા પેકેજની જાહેરાત કરી

વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતને ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ આર્થિક નુકસાનીમાં સહાયરૂપ અથવા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 350 કરોડનું કૃષિ રાહત પેકે જાહેર કરવામાં આવ્યું છે

  • રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે 18 થી 24 જુલાઈની વચ્ચે આ નવ જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ થયો હતો જેના પરિણામે લગભગ ચાર લાખ હેક્ટરમાં ઉભા પાકો બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળના ઝાડને નુકસાન થયું હતું રાહત પેકેજ હેઠળ
  • કુલ બિનપિયત ખરીફ પાકના 33% કે તેથી વધુ નુકસાન સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા 11,000 ની મહત્તમ રૂપિયાની સહાય આપવામાં આવશે

જ્યારે પિયત પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર 22,000 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે વાર્ષિક બાગાયતી પાકો માટે સરકાર 33% કે તેથી વધુ ના નુકસાન પર વધુમાં વધુ બે હેક્ટર માટે રૂપિયા 22,000 પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે ત્રણ કે તેથી વધુ સિઝનમાં બાગાયતી પાક ઉગાડવા કિસ્સામાં વળતર પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા હશે

1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે

રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જુનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં ભારે વરસાદ આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે

ધારા ધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે

ખેડૂતોને નિયમો અનુસાર સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણ અંગે વાત કરવા મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા ધોરણ મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે

રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો

  • ખરીફ 2024 25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે એચડીઆરએફ ના નોમ્સ મુજબ 8500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 2500 સહાય મળી કુલ ₹11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપશે
  • પિયત પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે એચડીઆરએફ ના નામ મુજબ ₹17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 5000 સહાય મળી કુલ 22000 પ્રતિ હેક્ટર લેખે ખાતાડીટ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપશે
  • બહુ વર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ મુજબ ₹22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપશે

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બે જુલાઈ 2024 ના રોજ વંટોળ સાથે વરસેલા ભારે વરસાદને કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી જવા ડાળીઓ તૂટી જવા તેમજ કેળા પાક પડી જવાથી વ્યાપક નુકસાન થવાના અહેવાલો પણ મળ્યા છે આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે

આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણ મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂપિયા ₹3,500 કરતા ઓછી થતી હોય તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂપિયા 3500 ચૂકવવામાં આવશે જેમાં એસટીઆરએફ ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે
ધરતીપુત્રો માટે રાજ્યની તિજોરી ખુલ્લી રાખવા બદલ કૃષિ મંત્રીએ વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રી તેમજ નાણા મંત્રીઓનો આભાર વ્યક્ત કર્યો છે સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નુકસાન પેટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર સહાયથી ખેડૂતોને પાક નુકસાની માંથી ચોક્કસપણે રાહત મળશે

અહીં ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે

આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment