ગુજરાત સરકાર દ્વારા 2024 માં નમુ લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓની આ યોજનાનો લાભ મળશે
આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ પચાસ હજારની શિષ્યવૃતિ આપવામાં આવશે
આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગની મહિલાઓને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં નમુ લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકારે નમુ લક્ષ્મી યોજના ગુજરાત માટે રૂપિયા 1250 કરોડનું બજેટ ફાળવ્યું છે આ યોજના દ્વારા કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ અને પ્રોત્સાહન આપવામાં આવશે અને તે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વધુ પ્રેરિત કરવામાં આવશે આ યોજના રાજ્યમાં કન્યા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપશે તેઓ કોઇ પણ આર્થિક ચિંતા વિના સારુ શિક્ષણ મેળવી શકશે
નમો લક્ષ્મી યોજનાનો ઉદેશ Namo Lakshami Yojana 2024
ગુજરાત સરકારે રાજ્યની છોકરીઓને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા માટે આ યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા તે તમામ છોકરીઓને નાણાકીય પૂરી પાડવામાં આવશે જેવો આર્થિક મજબૂરીઓને કારણે આગળ અભ્યાસ પૂર્ણ કરી શકતી નથી
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યની તમામ છોકરીઓને શિક્ષણ માટે પ્રેરિત કરવાનો છે જેથી છોકરીઓને તેમનો અભ્યાસ અધવચ્ચે છોડી દેવાની ફરજ ન પડે નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે જેથી મહિલાઓ પણ સમાજ અને દેશમાં તેમની સકારાત્મક ભૂમિકા ભજવી શકે આ યોજનાની મદદથી છોકરીઓને અભ્યાસમાંથી ડ્રોપ આઉટ ને ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે
નમો લક્ષ્મી યોજનાના લાભ Namo Lakshami Yojana 2024
- માત્ર ધોરણ નવ થી 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને જ આ યોજનાનો લાભ મળશે
- સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની અટેન્ડન્સ હોવી ફરજીયાત છે
- અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે
નમો લક્ષ્મી યોજના ના ફાયદા
- નમો લક્ષ્મી યોજના દ્વારા ધોરણ 9 થી 12 સુધીની છોકરીઓને આર્થિક સહાય આપવામાં આવશે
- આ યોજના દ્વારા છોકરીઓને ચાર વર્ષ સુધી પચાસ હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે જેથી છોકરીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે
- આ યોજના હેઠળ સરકારે દર વર્ષે 10 લાખ છોકરીઓને આ યોજનાનો લાભ આપવાનું લક્ષ્ય રાખ્યું છે
- આ માટે નાણાકીય બજેટ 2024 2025 માં 1250 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે
- ધોરણ 9 થી ધોરણ 10 સુધી દર વર્ષે 10 હજાર રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવશે
- ધોરણ 11 થી 12 માં 15000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે
નમો લક્ષ્મી યોજના કેટલી શિષ્યવૃત્તિ મળશે?
- ધોરણ 9 – 10,000 રૂપિયા
- ધોરણ 10 – 10000 રૂપિયા
- ધોરણ 11 – 15000 રૂપિયા
- ધોરણ 12 – 15000 રૂપિયા
- કુલ પચાસ હજાર રૂપિયા ધોરણ 9 થી ધોરણ 12 સુધી મળશે
નમો લક્ષ્મી યોજના માટેની પાત્રતા
- માત્ર ધોરણ 9 થી 12 સુધીની મહિલા વિદ્યાર્થીનીઓને જ શિષ્યવૃત્તિની રકમ મળશે
- અરજદાર વિદ્યાર્થીની ગુજરાતની નાગરિક હોવી જોઈએ
- અરજદાર ની ઉંમર 13 વર્ષ થી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- અરજદાર વિદ્યાર્થીનીઓને કોઈપણ માન્ય બોર્ડ સંસ્થામાં અભ્યાસ કરતી હોવી જોઈએ
- અરજદારો પાસે પાછલા વર્ષના પરીક્ષાના ગુણ 65% થી વધુ ગુણ હોવા ફરજિયાત છે
- અરજદારની કૌટુંબીક આવક રૂપિયા બે લાખથી વધુ ન હોવી જોઈએ
- અરજદાર વિદ્યાર્થીની પાસે આધાર કાર્ડ અને બેંક ખાતુ હોવું ફરજિયાત છે
- રાજ્યની તમામ કેટેગરીની વિદ્યાર્થીની યોજના માટે અરજી કરી શકે છે
નમો લક્ષ્મી યોજના માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- આવકનો પુરાવો
- પાછલા વર્ષની માર્કશીટ
- ડોમીસાઈલ પ્રમાણપત્ર
- રેશનકાર્ડ
- સરનામાનો પુરાવો
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
નમો લક્ષ્મી યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું?
નમો લક્ષ્મી યોજનામાં રસ ધરાવતી તમામ વિદ્યાર્થીનીઓ નીચે આપેલા પગલાઓ અનુસરીને ઓનલાઇન અરજી કરી શકે છે
- નમુ લક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
- હવે હોમ પેજ પરથી નમો લક્ષ્મી યોજના નવીનતમ અપડેટ જુઓ
- ત્યારબાદ રજીસ્ટર ઓપ્શન પર ક્લિક કરો
- હવે એક અરજી ફોર્મ ખુલશે જેમાં તમારે સંપૂર્ણ વિગતો દાખલ કરવાની રહેશે
- આપેલ ફોર્મેટમાં તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- બધી વિગતો દાખલ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો
- નમો લક્ષ્મી યોજના માટે તમારું અરજી ફોર્મ સરળતાથી ભરાઈ ગયું છે
- એપ્લિકેશન ફોર્મ સાચવો અને વધુ સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ કરાવી લો
આવી જ રીતે સરકારી યોજનાઓ અને ભરતીઓની માહિતી તમારા જીવનમાં ઉપયોગી બને તેવી રીતે અમે સમજાવીએ છીએ અને વધુમાં માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો