કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહેલી છે જેમ કે કિસાન માનધન યોજના ખેડૂત પેન્શન યોજના વગેરે જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે જેમાં ઘણી બધી યોજના ઓનલાઈન મુકવામાં આવેલી છે પરંતુ આજે આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના અંતર્ગત નાના અને સીમંત ખેડૂતોને લાભ આપવામાં આવે છે જેથી ખેડૂત ભાઈઓ સારી ગુણવત્તાના બિયારણ અને ખાતરની ખરીદી કરી શકે આ યોજના હેઠળ પ્રધાનમંત્રી કિસાન યોજના ના હપ્તાઓની પણ સહાય ચૂકવવામાં આવી રહી છે આગામી 18 માં હપ્તાની ચુકવણી માટે તૈયારી પણ ચાલુ કરવામાં આવી રહી છે
GUVNL Recruitment 2024:ચીફ ફાઈનાન્સ મેનેજર પોસ્ટ માટે ભરતી, છેલ્લી તારીખ: 27-08-2024
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આરંભ ભારત સરકારશ્રી દ્વારા એક ફેબ્રુઆરી 2019 ના રોજ ચાલુ કરવામાં આવેલી હતી તેનો લાભ દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોને મળવા પાત્ર છે આપણે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવવા માટે નક્કી થયેલા ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે આ યોજના અંતર્ગત ખેડૂતોને સન્માન નિધિ રકમ એમના બેંક અથવા પોસ્ટ ખાતામાં સીધા જ DBT મારફતે જમા કરવામાં આવશે
પ્રધાનમંત્રી કિસાન યોજનાની પાત્રતા
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે પાત્રતા નક્કી કરેલ છે યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે
- પ્રધાનમંત્રી કિસાન એ કેન્દ્ર સરકાર યોજના છે આ યોજનામાં ભંડોળ સો ટકા કેન્દ્ર સરકારનું હશે
- પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂત પરિવારને સહાય આપવામાં આવે છે
- જે ખેડૂત પરિવારોને બે એક્ટર પાસે જમીન સંયુક્ત અથવા માલિકી ધરાવતા નાના અને સીમાંક ખેડૂત પરિવારોને આ યોજના નો લાભ મળવા પાત્ર છે
- ભારત સરકાર દ્વારા કુટુંબની નક્કી કરેલ છે જેમાં પતિ પત્ની અને સગીર બાળકો કે જેઓ કોઈ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે છે જમીન ધરાવતા હોય જે સામુહિક રીતે સંબંધિત રાજ્ય કે સંપ્રદેશના જમીન રેકોર્ડ અનુસાર બે હેક્ટર સુધીની પોતાની ખેતીલાયક જમીન ધરાવતું હોય
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નું સહાય ધોરણ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી ખેડૂત કુટુંબને દર વર્ષે ₹6,000 ચૂકવવામાં આવે છે આ સહાય dbt દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે જે ત્રણ સમાન હપ્તામાં દર ચાર મહિને ચૂકવવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન યોજના અન્વયે પ્રથમ ઉતા તરીકે ના રોજ ચૂકવાયેલ અત્યાર સુધીમાં પ્રદાન કિસાન સન્માન નિધિ યોજના ના 18 માં હપ્તાની ચુકવણી કરવામાં આવશે
યોજનાનો લાભ કોને મળવા પાત્ર નથી?
- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નાના અને સીમાંત ખેડૂતોને મળવા પાત્ર છે આ યોજના માટે ભારત સરકારે પાત્રતા નક્કી કરેલ છે આ યોજનાનો લાભ કયા કયા નાગરિકોને મળશે નહીં જેની વિગતો નીચે મુજબ છે
- વર્તમાન અને ભૂતપૂર્વક તમામ પ્રકારના બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓને મળશે નહીં
- હાલમાં કે ભૂતકાળમાં મંત્રીશ્રી અથવા રાજ્યકક્ષાના મંત્રી શ્રી લોકસભા રાજ્યસભા કે વિધાનસભા કે જિલ્લા પંચાયત ના અધ્યક્ષ શ્રીઓને આ યોજનાનો લાભ મળશે નહીં
- કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો કચેરીઓ મંત્રાલયો કે તેની છત્રીય કચેરીના સેવા કાર્યરત કે નિવૃત્ત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે
- તમામ નિવૃત્ત પેન્શન ધારકો કે જેઓ પ્રતિમાસ રૂપિયા 10,000 કે તેથી વધુ પેન્શન મેળવતા હોય એમને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ મળશે નહીં
- છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્સ ચૂકવેલા કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડોક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટ અને આર્કિટેક્ચર વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય તેવો વ્યવસાય ધરાવતા હોય એમને મળશે નહીં
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટેના જરૂરી દસ્તાવેજો
- જમીનના ૭ ૧૨ અને આઠ અ
- આધારકાર્ડ
- જો આધાર કાર્ડ ન હોય તો એનરોલમેન્ટ નંબર ડ્રાઇવિંગ લાઇસન્સ ચૂંટણી કાર્ડ
- બેંક પાસબુક ની ઝેરોક્ષ
નવા ખેડૂત ખાતેદારો એ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે
- સૌપ્રથમ તમારે ગ્રામ પંચાયતમાં જાઓ
- ત્યાં કામગીરી કરતા વીસીઈ ને તમામ ડોક્યુમેન્ટ આપો
- ગ્રામ પંચાયત ખાતેથી નવા ખેડૂતોને આ યોજના નું મારફતે ઓનલાઈન અરજી કરશે
- ઓનલાઇન અરજી થયા બાદ તમને એક રીસીપ્ટ આપવામાં આવશે
- છેલ્લે આ અરજી ક્રમાંક ને સાચવીને રાખવાનું રહેશે.
લાભાર્થીઓની સ્થિતિ કેવી રીતે તપાસવી?
- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કર્યા બાદ લાભાર્થી ખેડૂત પોતાની જાત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની સ્થિતિ તપાસણી શકે છે પોતાની અરજીની સ્થિતિ જાણવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે
- સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
ત્યારબાદ benificiary સ્ટેટસ પર ક્લિક કરો - નવું પેજ ખોલ્યા બાદ આધારકાર્ડ અકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર થી સર્ચ કરો